Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ટ્રેનનું એન્જિન $10\, ms ^{-1}$ ની ઝડપે $400\,Hz$ ની આવૃત્તિ ધરાવતી સીટી વગાડીને પ્લેટફોર્મ તરફ ગતિ કરે છે. ટ્રેનની અંદર બેઠેલા મુસાફરને સંભાળાતી આવૃતિ $..........\,Hz$ છે. (હવાની ઝડપ અવગણ્ય, હવામાં ધ્વાનની ગતિ $=330\,ms ^{-1}$)
$T$ તણાવ હેઠળ રહેલી $50\; cm$ લંબાઈની દોરી, $392 \;Hz$ આવૃતિનો સ્વરકાંટો અનુનાદ થાય છે. જો દોરીની લંબાઈ $2 \%$ ઘટાડવામાં આવે, અને તણાવ અચળ રાખવામાં આવે તો, જ્યારે દોરી અને સ્વરકાંટો સાથે સાથે કંપન કરે ત્યારે સ્પંદની સંખ્યા કેટલી થાય?
એકબીજા તરફ $22\, m s^{-1}$ અને $16.5 \, m s^{-1}$ ના વેગથી કાર ગતિ કરે છે. પહેલી કારનો ડ્રાઇવર $400\; Hz$ આવૃત્તિનો હોર્ન વગાડે છે. બીજી કારના ડ્રાઇવરને સંભળાતી આવૃત્તિ ($Hz$ માં)કેટલી હશે? (હવામાં ધ્વનિનો વેગ $340 m/s$ છે.)
$S_1$ અને $S_2$ બે ધ્વનિ ઉદગમો સમાન આવૃતિ $660\, Hz$ ઉત્પન્ન કરે છે.સાંભળનાર $S_1$ ઉદગમથી $S_2$ ઉદગમ તરફ $u\, m/s$ જેટલા અચળ વેગથી ગતિ કરે છે અને તેને $10$ સ્પંદ સંભળાય છે.હવામાં ધ્વનિની ઝડપ $330\, m/s$ હોય તો $u$ કેટલો ... $m/s$ હશે?
એક અવલોકનકાર $18\,km/h$ ની ઝડપ સાથે ટેકરી તરફ સાયકલ પ૨ ગતિ કરે છે. તે તેની પાછળ રહેલ ઉદગમમાંથી સીધો અવાજ સાંભળે છે ઉપરાંત ટેકરીથી પરાવર્તિત અવાજ પણ સાંભળે છે. ઉદગમ દ્વારા ઉત્પન્ન મૂળ આવૃત્તિ $640\,Hz$ હોય અને હવામાં ધ્વનિનો વેગ $320\,m / s$ હોય તો અવલોકનકાર દ્વારા આ બે અવાજે (ધ્વનિનો) વચ્ચે સંભળાતા સ્પંદની આવૃત્તિ $..........Hz$ હશે.
$t= 0$ સમયે $x-$દિશામાં ગતિ કરતાં તરંગ માટે વિક્ષેપ (disturbance)$y (x, t)$, $y = \frac{1}{{1 + {x^2}}}$ મુજબ અને $t= 2\;s$ દરમિયાન $y = \frac{1}{{\left[ {1 + {{\left( {x - 1} \right)}^2}} \right]}}$ મુજબ આપવામાં આવે છે. જ્યાં $x$ અને $y$ મીટરમાં છે. જો તરંગનો આકાર ગતિ દરમિયાન બદલાતો ના હોય તો તરંગનો વેગ $m/s$ માં કેટલો થાય?