Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ઘર્ષણરહિત સમતલો ઊર્ધ્વદિશા સાથે અનુક્રમે $30^{\circ}$ અને $60^{\circ}$ ના ખૂણા બનાવે છે. બે બ્લોક A અને B ને સમતલો ઉપર આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવે છે. તો બ્લોક A નો બ્લોક $B$ ની સાપેક્ષે ઊર્ધ્વદિશામાંનો પ્રવેગ કેટલો થાય?
એક માણસ (દળ $= 50\, kg$) અને છોકરો (દળ $= 20\, kg$) એક ઘર્ષણરહિત સમતલ પર એકબીજા સામે ઊભા છે. માણસ છોકરાને ધક્કો મારતા તે માણસની સાપેક્ષે $0.70\, ms^{-1}$ ના વેગથી ગતિ કરે તો માણસનો જમીનની સાપેક્ષે વેગ ........ $ms^{-1}$ હશે.
$2\, {kg}$ અન $8\, {kg}$ દળના બોક્ષને દળરહિત દોરી વડે બાંધીને ને ગરગડી પર લટકાવેલ છે. $8\; {kg}$ ના બોક્ષને સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને જમીન પર પહોચવા માટે લાગતો સમય ($sec$ માં) કેટલો હશે? ($\left.{g}=10\, {m} / {s}^{2}\right)$
એક બોલને ઉપરની તરફ પ્રવેગ $a$ સાથે ગતિ કરતી લીફ્ટમાંથી તેમાં ઉભેલા એક છોકરા દ્વારા છોડવામાં આવે છે. કોના સંદર્ભમાં બોલનો પ્રવેગ શું થાય? [ઉપરની દિશા ધન લો]
કણનો સ્થાન સદિશ સમય $t$ સાથે $\vec{r}=\left(10 t \hat{i}+15 t^2 \hat{j}+7 \hat{k}\right) \;m$ મુજબ દર્શાવવામાં આવે છે. તો કણે અનુભવેલ પરિણામી બળની દિશા ....... છે.
$m$ દળનો એક કણ $x$ અક્ષની દિશામાં $v_o$ ઝડપે ગતિ કરે ત્યારે અચાનક જ તેના દળનો $1/3 $ ભાગ છૂટ્ટો પાડીને 2$v_o$ ઝડપે $y $ અક્ષને સમાંતર જાય છે. એકમ સદિશના સ્વરૂપમાં બાકી વધેલા ભાગનો વેગ શોધો.