Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ઘણા બઘા દડાઓને ઉપર તરફ એકસરખા સમયના અંતરાલમાં ફેંકવામાં આવે છે.એક દડો મહત્તમ ઊંચાઇ પર હોય,ત્યારે બીજા દડાને ફેંકવામાં આવે છે.જો મહત્તમ ઊંચાઇ $5 \,m$ હોય,તો દર મિનિટે ફેંકેલા દડાઓની સંખ્યા કેટલી થાય?($g = 10\,m{s^{ - 2}}$)
એક પદાર્થ $x=0$ સ્થાને સ્થિર સ્થિતિમાં છે. તે $t=0$ સમયે ધન $x$ દિશામાં અચળ પ્રવેગી ગતિ શરૂ કરે છે. આ જ સમયે બીજો એક પદાર્થ પણ $x =0$ સ્થાનેથી ધન $x$ દિશામાં અચળ ઝડપથી ગતિ કરે છે. $t$ સમય પછી પ્રથમ પદાર્થનું સ્થાન $x _{1}(t)$ વડે તથા સમાન સમય અંતરાલ પછી બીજા પદાર્થનું સ્થાન $x _{2}(t)$ વડે અપાય છે. નીચેનામાંથી ક્યો આલેખ $\left( x _{1}- x _{2}\right)$ ને સમય $t$ ના વિધેય તરીકે સાચી રીતે દર્શાવે છે?
ટાવરની ટોચ પરથી એક દડાને ઉપર તરક ફેકવામાં આવે છે જે જમીન પર $6\, s$ માં પહોંચે છે. બીજા દડાને તે જ સ્થાનેથી અધોલંબ દિશામાં નીચે તરફ સમાન ઝડપથી ફેંકવામાં આવે, તો તે $1.5 \,s$ માં જમીન પર પહોંચે છે. ત્રીજા દડાને આ જ સ્થાનેની મુક્ત પતન કરાવવામાં આવે, તો જમીન પર ......... $s$ માં પહોચશે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પદાર્થ અનુક્રમે $AB, BC$ અને $CD$ રેખાખંડ પર $v_1, v_2$ અને $v_3$ ઝડપથી ગતિ કરે છે. જ્યાં $AB = BC$ અને $AD =3 AB$, તો પદાર્થની સરેરાશ ઝડપ કેટલી હશે?
એક વ્યકિત $2$ સેકન્ડના નિયત સમયાંતરે એક પછી એક એમ દડાઓ સમાન ઝડપથી ઊછાળે છે. દડા ઊછાળવાની ઝડપ કેટલી હોવી જોઇએ જેથી કોઈ પણ સમયે બે કરતાં વધુ દડાઓ હવામાં રહે? (આપેલ $g = 9.8\,m/{s^2}$)
એક કણ વર્તુળકાર માર્ગ પર ગતિ કરી રહયો છે કે જે $40$ સેકન્ડમાં એ પરિભ્રમણ પૂર્ણ કરે છે.$2$ મિનિટ $20$ સેકંડમાં,તેનો (સ્થાનાંતર/ પથલંબાઈ) નો ગુણોતર શું હશે ?