એક પ્રોટોન અને એક $\alpha-$કણ (તેમનાં દ્રવ્યમાનનો ગુણોત્તર $1:4$ અને વિધુતભારનો ગુણોત્તર$1: 2$) સ્થિર સ્થિતિમાંથી $V$ વિજસ્થિતિમાનના તફાવતથી પ્રવેગીત કરવામાં આવે છે. જો તેમની ગતિઓને લંબ એકસમાન ચુંબકીય ક્ષેત્ર $(B) $ પ્રસ્થાપિત કરવામાં આવે, તો તેઓ વડે કપાતા વર્તુળાકાર પથની ત્રિજ્યાઓનો ગુણોત્તર $r_p : r_{\alpha }$ કેટલો થશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$L$ લંબાઇ અને $I$ પ્રવાહધારિત તારને એક આંટામાં વાળી દેતાં,કેન્દ્ર પર ચુંબકીયક્ષેત્ર $B$ છે.હવે આ તારને બે આંટામાં વાળતાં કેન્દ્ર આગળ ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?
બે $10 \,cm$ લાંબા, $5\,A$ નો પ્રવાહ ધરાવતા, સીધા તારોને એકબીજાને સમાંતર રાખવામાં આવેલ છે. જો દરેક તાર $10^{-5} \,N$ નું બળ અનુભવતો હોય તો તારો વચ્યેનું અંતર ......... $cm$ હશે.
$2 \mathrm{~m}$ લંબાઈ ની બાજુ અને $2 \mathrm{~A}$ પ્રવાહ ધરાવતા એક ચોરસ ગાળાને તેની બાજુઓ $x-y$ અક્ષને સમાંતર રહે તે રીતે મૂકેલ છે. ક્ષેત્ર $x-1$ સમતલમાંથી ચુંબકીય પસાર થાય છે અને તે $\vec{B}=B_0(1+4 x) \hat{\mathrm{k}}$, જ્યાં $B_0=5$ ટેસલા વડે રજૂ થાય છે. ગાળા દ્વારા અનુભવાતું પરિણ઼ામી ચુંબકીય બળ ............... $\mathrm{N}$ છે.
સમાન ગતિ ઊર્જા ધરાવતા એક પ્રોટોન, એક ડ્યુટેરોન અને એક $\alpha-$ કણ નિયમિત્ત ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રને લંબ ગતિ કરે છે. તેમના વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યાઓનો ગુણોત્તર અનુક્રમે.......હશે
બે લાંબા સીધા તારોને $x$-અક્ષ અને $y$-અક્ષ પર મૂકવામાં આવ્યા છે.તે અનુક્રમે $I_1$ અને $I_2$ વિદ્યુતપ્રવાહ ધરાવે છે. તેમના વડે રચતા વિદ્યુતક્ષેત્રમાં શૂન્ય ચુંબકીય પ્રેરણના સ્થાનનું સમીકરણ કયું છે?
પ્રોટોન અને $\alpha$ ની ગતિઉર્જા $K _{ p }$ અને $K _{\alpha}$ છે. તે ચુંબકીયક્ષેત્રમાં લંબ દાખલ થતાં ત્રિજ્યાના ગુણોતર $2: 1 $ છે તો ગતિઉર્જાનો ગુણોતર $K _{ p }: K _{\alpha}$ શું હશે