Gujarat BoardEnglish MediumSTD 6GUJARATIઅજબગજબનો મેળો2 Marks
Question
ગોળ-ગધેડાના મેળાનું વર્ણન કરો.
✓
Answer
ગોળ-ગધેડાનો મેળો દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવડા ગામે ભરાતો વિશિષ્ટ અને લોકપ્રિય લોકમેળો છે. હોળી પછીના પાંચમા, સાતમા કે બારમા દિવસે જાહેર મેદાનમાં આ મેળો ભરાય છે. મેળામાં આજુબાજુનાં ગામડામાંથી હજારો સ્ત્રી-પુરુષો ઢોલ વગાડતાં વગાડતાં અને આનંદથી નાચતાં- ગાતાં આવે છે. મેળાના દિવસે મેદાનની વચ્ચોવચ લાકડાનો થાંભલો રોપી તેની ટોચ પર ગોળની પોટલી લટકાવવામાં આવે છે. પાંભલાની આજુબાજુ કુંવારી કન્યાઓ વાંસની પટ્ટીઓ લઈને ગીતો ગાતી ગોળાકારમાં નૃત્ય કરે છે. કન્યાઓની વચમાં થઈને થાંભલે ચડતા યુવાનને યુવતીઓ સોટીના મારથી અટકાવવા મથે છે. સોટીઓનો માર ખાઈને પણ કોઈ જુવાન ગોળની પોટલી પ્રાપ્ત કરી લે તો એ પોતાની મનપસંદ યુવતીને પરણી શકતો. આમ પોટલીમાંનો ગોળ લેવા માટે ગધેડા જેવો માર ખાવો પડતો હોવાથી આ મેળાનું નામ 'ગોળ-ગધેડાનો મેળો' પડયું છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.