Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$x-$અક્ષ પર ઉગમબિંદુથી $x$ અંતરે દળના વિતરણને કારણે ગુરુત્વાકર્ષીક્ષેત્ર $\frac{A x}{\left(x^{2}+a^{2}\right)^{3 / 2}}$ મુજબ આપવામાં આવે છે. $x-$અક્ષ પર $x$ અંતરે ગુરુત્વ સ્થિતિમાન કેટલું થશે? અનંત અંતરે તેનું મૂલ્ય શૂન્ય લો.
$A$ ગ્રહનું દળ $\mathrm{M}$ અને ત્રિજ્યા $\mathrm{R}$. $\mathrm{B}$ ગ્રહનું દળ અને ત્રિજ્યા $A$ ગ્રહ કરતાં અડધી છે.જો $A$ અને $\mathrm{B}$ ગ્રહ પરની નિષ્ક્રમણ ઝડપ $v_{\mathrm{A}}$ અને $v_{\mathrm{B}}$ હોય તો $\frac{v_{\mathrm{A}}}{v_{\mathrm{B}}}=\frac{\mathrm{n}}{4}$ મળે છે તો $\mathrm{n}$ નું મૂલ્ય કેટલું હશે?
એક પદાર્થને પૃથ્વીની ત્રિજ્યા $(R)$ જેટલી ઉંયાઈએથી મુક્ત કરવામાં આવે છે. જ્યારે તે પૃથ્વીની સપાટી પર અથડાય ત્યારે તેનો વેગ ........... હશે. ($g$ =પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ આપેલ છે.)
પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $V_e $ છે . જો એક ગ્રહ પરનો ગુરુત્વપ્રવેગ પૃથ્વીના ગુરુત્વપ્રવેગ જેટલો અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં ચાર ગણી હોય તો તે ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ કેટલી થાય?
કોઈ બિંદુ $P$ ની પૃથ્વીની સપાટીથી ઉંંચાઈ પૃથ્વીના વ્યાસ જેટલી છે. જો પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વપ્રેવગનું મૂલ્ય $g$ હોય તો બિંદુ $P$ આગળ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય કેટલું હશે?
જ્યારે ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઈએ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતો હોય, ત્યારે તેનું કોણીય વેગમાન $L$ છે. જો ઉપગ્રહનું પૃથ્વીના કેન્દ્રથી અંતર તેના મૂળ મૂલ્ય કરતા આઠ ગણું કરવામાં આવે, તો નવું કોણીય વેગમાન $........\,L$ થાય.