Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પદાર્થને $25 \,m/s$ ના વેગથી પ્રક્ષિપ્ત કરતા તે $2\, sec$ પછી $ 5\,m$ ઊંચાઇ ધરાવતી દિવાલને પસાર કરે છે,તો પ્રક્ષિપ્ત કોણ ...... $^o$ હશે. $(g = 10m/{\sec ^2})$
ઉર્ધ્વ સમતલમાં પ્રક્ષિપ્ત નો ગતિપથ $y =\alpha x -\beta x ^{2}$ છે, જ્યાં $\alpha$ અને $\beta$ અચળાંકો છે તેમજ $x$ અને $y$ પ્રક્ષિપ્ત બિંદુ થી અનુક્રમે સમક્ષિતીજ અને ઉર્ધ્વ અંતર દર્શાવે છે. અહિંયા પ્રક્ષિપ્તકોણ $\theta$ અને પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ $H$ અનુક્રમે નીચે જણાવેલ વિકલ્પો દ્વારા દર્શાવામાં આવે છે :
નિયમીત ઝડપે $R$ ત્રિજ્યાના વર્તુંળ પર ગતિ કરતો કણ એક પરિભ્રમણ પૂરું કરવા માટે $T$ સમય લે છે. જો આ કણને તેટલી જ ઝડપથી સમક્ષિતિજ થી $\theta$ કોણે પ્રક્ષિત્ કરવામાં આવે તો તેણે પ્રપ્ત્તિ કરેલી મહત્તમ ઉંચાઈ $4 \mathrm{R}$ છે. તો પ્રક્ષિપ્ત્ત કોણ $\theta$ બરાબર_________થાય.
એક પદાર્થ $80 \,m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળ પર ગતિ કરે છે તેની ઝડપ $20 \,m / s$ છે જે કોઈ ક્ષણે $5 \,m / s ^2$ ના દરે ઘટે છે. તો પ્રવેગ દ્વારા બનાવવામાં આવતો વેગ સાથેનો કોણ કેટલો થાય ?
એક કણને $u \,m/s$ ની ગતિથી ફેકવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તે $A$ અને $B$ ને $t_1=1 \,s$ અને $t_2=3 \,s$ પર પસાર કરે છે. તો $u$ નિ કિંમત .......... $m / s$ હશે $\left( g =10 \,m / s ^2\right)$
એક પદાર્થને જમીન $20 \,m / s$ ની ઝડપે સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ખૂણે પ્રક્ષિપ કરવામાં આવે છે. એક સેકન્ડ પછી તેના પ્રક્ષેપણનો કેન્દ્રગામી પ્રવેગ ......... $m / s ^2$ હશે.
એક કણ તેના ઉગમ બિંદુથી $xy$ સમતલમાં વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. જો કોઈ સમયે કણની સ્થાનને $\frac{1}{\sqrt{2}}(\hat{i}+\hat{j})$, દ્વારા દર્શાવી શકાય તો કણનો વેગ શું હશે?