Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખૂબ લાંબો તાર $ABDMNDC$ માથી $I$ પ્રવાહ પસાર થાય છે. $AB$ અને $BC$ તાર સીધા,લાંબા ong એને and ght અને એકબીજા સાથે કાટખૂણો બનાવે છે.$D$ બિંદુ આગળ તાર $R$ ત્રિજ્યાનું $DMND$ વર્તુળ બનાવે છે જેમાં $AB$ અને $ {BC}$ ભાગ તેના ${N}$ અને $D$ બિંદુ આગળના સ્પર્શક છે તો વર્તુળના કેન્દ્ર પાસે ચુંબકીયક્ષેત્ર કેટલું મળે?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $ABCD$ એ વાહતારનો બનેલો એક બંધ ગાળો છે, જેમાંથી પ્રવાહ $I$ વહે છે. $ABCD$ ને પુસ્તકના પાનાના સમતલમાં રાખેલ છે. $b$ જેટલી ત્રિજ્યાની ચાપ $BC$ તથા $a$ ત્રિજ્યાની ચાપ $DA$ ને બે સુરેખ તાર $AB$ અને $CD$ વડે જોડેલ છે. $AB$ અને $CD$ એ ઉગમબિંદુ પાસે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. પુસ્તકના પાનાને લંબ એવો બીજી એક પાતળો તાર ઉદમબિંદુમાંથી પસાર થાય છે. જેમાં વિદ્યુત પ્રવાહ $I_{1}$ વહે છે.
બંધગાળા $ABCD$ ને કારણો ઉદગમબિંદુ $O$ પાસે ચુંબકીયક્ષેત્ર $B$ નું મૂલ્ય કેટલું મળે?
પ્રવાહધારિત તારને એક વર્તુળાકાર આંટામાં વાળી દેતાં કેન્દ્ર પર ચુંબકીયક્ષેત્ર $B$ મળે છે. જો હવે આ તારને બે આંટામાં વાળવામાં આવે અને સમાન પ્રવાહ પસાર કરવામાં આવે, તો તેના કેન્દ્ર આગળ નવું ચુંબકીયક્ષેત્ર કેટલું મળે?
બે પ્રોટોન $A$ અને $B, x$-અક્ષને સમાંતર, પરસ્પર વિરુદ્ધ દિશામાં, સમાન ઝડપે $V$ સાથે ગતિ કરે છે. દર્શાવેલ ક્ષણે, પ્રોટોન $A$ પર લાગતા ચુંબકીય બળ અને વિદ્યુતબળનો ગુણોત્તર કેટલો છે ? ($c =$ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડ૫)
$10\,A$ વીજપ્રવાહ ધારિત બે લાંબા સુરેખ વાહક તારને $5\,cm$ અંતરે એકબીજાને સમાંતર રાખેલ છે. તાર $1$ ની $10\,cm$ લંબાઈ પર લાગતા ચુંબકીયક્ષેત્રનું, મૂલ્ય $F_1$ છે. જો બંને તાર વચ્ચેનું અંતર અડધું, કરવામાં આવે અને તેમાંથી વહેતા પ્રવાહ બમણા કરવામાં આવે, તો તાર $1$ ની $10\,cm$ લંબાઈ પર લાગતું બળ $F_2$ કેટલું થાય ?
સાયક્લોટ્રોન દ્વારા આપવામાં આવતો મહત્તમ પ્રવેગિત વિદ્યુતસ્થિતિમાન $12\, {kV}$ હોય, તો સાયક્લોટ્રોનમાં પ્રોટોનને પ્રકાશની ઝડપ કરતાં છઠા ભાગની ઝડપ કરવા તેના પરિભ્રમણની સંખ્યા કેટલી હશે?