Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉદગમ $S$ માંથી નિકળતા બે કિરણના સંપાતિકરણથી બિંદુ $P$ આગળ વ્યતિકરણની ભાત જોવા મળે છે. તો બિંદુ $P$ આગળ મળતી મહત્તમ તીવ્રતા $I$ નું મૂલ્ય કેટલું હશે? ($R$ એ સંપૂર્ણ પરાવર્તિક સપાટી છે)
એકરંગી પ્રકાશની મદદથી કરાતાં બે-સ્લિટ પ્રયોગમાં, સ્લિટથી અમુક અંતરે રખાયેલા પડદા ઉપર શલાકાઓ મેળવવામાં આવે છે. જો પડદાને સ્લિટ તરફ $5 \times 10^{-2} \,m$ જેટલો ખસેડવામાં આવે તો શલાકાની પહોળાઈમાં $3 \times 10^{-3} \,cm$ નો ફરફાર થાય છે. જો સ્લિટો વચ્યેનું અંતર $1 \,mm$ હોય તો વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ .............. $nm$ હશે.
યંગના પ્રયોગમાં પડદા પર શલાકાની પહોળાઈ $0.2 \,mm$ જેટલી છે. જો વ્યતિકરણ ઊપજાવતા પ્રકાશની તરંગલંબાઈમાં $10\%$ જેટલો વધારો કરવામાં આવે અને બે સ્લિટ $S_1$ અને $S_2 $ વચ્ચેના અંતરમાં પણ $10\%$ નો વધારો કરવામાં આવે, તો નવી શલાકાઓની પહોળાઈ .......$mm$ થશે.
$I$ અને $9I$ જેટલી તીવ્રતાઓ ધરાવતા બે પ્રકાશ કિરણપૂંજેે વ્યતિકરણ અનુભવી પડદા ઉપર શલાકા ભાત ઉત્પન્ન કરે છે. બે કિરણપૂંજો વચ્ચે $P$ બિંદુ આગળ કળા તફાવત $\pi / 2$ અને $Q$ બિંદુ આગળ કળા તફાવત $\pi$ છે. $P$ અને $Q$ આગળ પરિણામી તીવ્રતાઓ વચ્વચેનો તફાવત..........$I$ થશે.
ત્રણ પોલેરાઇઝર એવી રીતે મૂકેલા છે,કે જેથી પ્રથમ અને ત્રીજી પોલેરાઇઝર - અક્ષ એકબીજાને લંબ રહે છે.પ્રથમ અને દ્રિતીય પોલેરાઇઝરની દગ- અક્ષ વચ્ચેનો ખૂણો $30^°$ છે જો પ્રથમ પોલેરાઇઝર પર $32 \frac{w}{{{m^2}}} $ તીવ્રતા ઘરાવતો અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરતા ત્રીજા પોલેરાઇઝરમાંથી કેટલી તીવ્રતા ઘરાવતો પ્રકાશ......$W{m^{ - 2}}$ મળે?