ઇલેકિટ્રક કીટલીમાં બે કોઈલ છે.જયારે એક કોઇલ શરૂ કરવામાં આવે ત્યારે ચા $10\,\, \min.$ માં ગરમ થાય છે,જયારે બીજી કોઇલ શરૂ કરવામાં આવે ત્યારે તેટલી જ ચા $40 \,\,\min.$ માં ગરમ થાય છે.જયારે બંને કોઇલને સમાંતર જોડવાથી ચા કેટલા $min$ ગરમ થશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક બેટરીને $ 2\,\Omega$ અવરોધ સાથે જોડતાં તેમાંથી $ 2\,A $ પ્રવાહ વહે છે. આ જ બેટરીને $ 9 \,\Omega$ અવરોધ સાથે જોડતાં તેમાંથી $0.5\, A$ પ્રવાહ વહે છે. બેટરીનો આંતરિક અવરોધ કેટલો થાય?
$a$ અને $b$ ત્રિજ્યાના બે સમકેન્દ્રી અને સુવાહક નળાકારને $\sigma$ કન્ડક્ટીવિટી અને $V$ જેટલો અચળ સ્થિતિમાન તફાવત ધરાવતા પદાર્થ વડે અલગ કરેલા છે. પ્રતિ એકમ લંબાઈ એક નળાકારમાંથી બીજા નળાકારમાં પસાર થતો પ્રવાહ $..........$
$500\,W$ અને $200\,W$ ના બે બલ્બને $220\,V$ પર કામ કરી શકે છે.બંનેને સમાંતરમાાં જોડતા બંનેમાંથી ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોતર અને શ્નેણીમાં જોડતાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોતર કેટલો થાય?
$10\, \Omega$ અવરોધ ધરાવતા વાયરને વર્તૂળાકારે વાળેલ છે. $P$ અને $Q$ વર્તૂળની પરીઘ પરના બે બિંદુઓ છે જે વર્તૂળને ચતુર્થ ભાગમાં વિભાજીત કરે છે તથા આ બે બિંદુઓને $3\,V$ તથા $1\, \Omega$ આંતરીક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડતા વર્તૂળના બંને ભાગોમાંથી પસાર થતા પ્રવાહો.... હશે.
એક માણસ પાસે $R = 10\, \Omega$ અવરોધ તથા મહત્તમ $1$ એમ્પીયર વિધુત પ્રવાહ ખેંચી શકે તેવા અમુક સમાન અવરોધો પડેલા છે. અમુક અવરોધોનો ઉપયોગ કરીને $5 \,\Omega$ અવરોધ અને $4$ એમ્પીયર વિધુત પ્રવાહ પસાર કરી શકે તેવો પરીપથ બનાવો છો તો જોઈતા $R$ પ્રકારના લઘુતમ અવરોધોની સંખ્યા.... હશે.