Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કાચના બહિર્ગોળ લેન્સ ($\mu_g = 1.5$) ની કેન્દ્રલંબાઈ $8\, cm $ છે. જ્યારે તેને હવામાં મૂકવામાં આવે છે ત્યારે તેને પાણીમાં મૂકવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ ........થશે. ($\mu_w = 1.33$)
બે પારદર્શક માધ્યમો $A$ અને $B$ ને સમતલ સપાટી થી છૂટા પાડવામાં આવેલ છે. આ માધ્યમોમાં, પ્રકાશની ઝડપ અનુક્રમે $1.5 \times 10^{8} m / s$ અને $2.0 \times 10^{8} m / s$ છે. આ માધ્યમો માટે ક્રાતિ કોણ $......$ હશે.
સમાન વક્રતાત્રિજ્યા ધરાવતા $\mu_{1}$ વક્રીભવનાંક ધરાવતો સમતલ બહિર્ગોળ અને $\mu_{2}$ વક્રીભવનાંક ધરાવતા સમતલ અંતર્ગોળ લેન્સને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલા છે. સમતુલ્ય લેન્સની વક્રતાત્રિજ્યા અને કેન્દ્રલંબાઈનો ગુણોત્તર શોધો.
$+ 15\, cm, + 20\,cm, + 150\,cm$ અને $+ 250\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા લેન્સથી એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ બનાવવામાં આવે છે. મોટવણી મહતમ કરવા માટે આઇપીસની કેન્દ્રલંબાઈ ........ $cm$
એક છોકરો કાગળ પર બહિર્ગોળ લેન્સ દ્વારા સૂર્યના કિરણોને કેન્દ્રિત કરીને અગ્નિ પ્રગટાવવા માંગે છે. લેન્સની કેન્દ્રલંબાઈ $10 \,cm$ છે. સૂર્યનો વ્યાસ $1.39 \times 10^{9}\,m$ અને પૃથ્વીથી તેનું સરેરાશ અંતર $1.5 \times 10^{11} \,m$ છે. સૂર્યના કાગળ પરના પ્રતિબિંબનો વ્યાસ કેટલો હશે?
$1.5$ વક્રીભવનાંકના કાંચમાં હવાનો પરપોટો છે, તેને એક બાજુથી જોતાં $5\;cm$ અને સામેની બીજી બાજુથી જોતાં $2\;cm$ એ દેખાય છે.તો કાંચની જાડાઇ કેટલા $cm$ હશે?
સ્થાનાંતરની રીતમાં વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $70 \,cm$ છે. અને લેન્સની કેન્દ્રલંબાઈ $16\, cm$ છે. લેન્સના મોટા અને નાના પ્રતિબિંબોના સ્થાન વચ્ચેનું અંતર .....$cm$ હશે.