Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે સમાન ક્ષેત્રફળ વાળી પ્લેટને એકબીજાના સંપર્કમાં રાખેલ છે. તેની જાડાઈ અનુક્રમે $2 $ અને $3$ છે. પહેલી પ્લેટની બાહ્ય સપાટીનું તાપમાન $ -25°C$ અને બીજી પ્લેટની બાહ્ય સપાટીનું તાપમાન $25°C$ છે. જો $(a)$ સમાન પદાર્થની હોય $(b)$ તેમની ઉષ્માવાહકતા $2:3$ ગુણોત્તરમાં હોય તો સંપર્ક સપાટીનું તાપમાન શોધો.
સમાન જાડાઈ અને ઉષ્મા વાકહતા અનુક્રમે $K$ અને $2K$ ધરાવતા અલગ અલગ દ્રવ્યનો બનેલા બ્લોકને જોડીને બનાવેલ સંયુક્ત બ્લોકને ધ્યાનમાં લો. આ બ્લોકની સમતુલ્ય ઉષ્મા વાહકતા કેટલી થાય?
$20\,\Omega$ અવરોધ અને $200\,V$ વૉલ્ટેજ ધરાવતા હીટર વડે ઓરડાનું તાપમાન ${20^o}C$ જાળવી રાખવામા આવે છે.આખા ઓરડામાં તાપમાન એકસમાન છે અને ઉષ્મા $0.2\,cm$ જાડાઈ અને $1{m^2}$ આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા કાચની બારી વડે પ્રસારિત થાય તો બહારનું તાપમાન ....... $^oC$ હશે. કાચની ઉષ્માવાહકતા $K=0.2$ અને $J = 4.2 J/cal$