Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એકબીજાથી $s$ અંતરે રહેલ બે પાતળી $a$ ત્રિજયાની સમઅક્ષીય રિંગ પર $+{Q}$ અને $-{Q}$ વિદ્યુતભાર છે. બે રિંગના કેન્દ્રો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો કેટલો થાય?
$25 \mu \mathrm{F}, 30 \mu \mathrm{F}$ અને $45 \mu \mathrm{F}$ સંધારકતા ધરાવતા ત્રણ સંધારકો ને $100 \mathrm{~V}$ ના ઉદગમ સાથે સમાંતરમાં જોડવામાં આવ્યા છે. આ સંયોજનમાં સંગ્રહ પામતી ઊર્જા $\mathrm{E}$ છે. જ્યારે સંધારકોને આ જ ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે સંગ્રહ પામતી ઉર્જા $\frac{9}{x} \mathrm{E}$છે. $x$ નું મૂલ્ય. . . . . . . . થશે.
અવકાશમાંનાં અમુક વિસ્તારમાં, ઉગમબિંદુથી $x$ - અક્ષની સાપેક્ષે ગતિ કરતાં મળતાં વિદ્યુતક્ષેત્રનું ચલન દર્શાવવા $V=8 x^2+2$ વાપરવામાં આવે છે. અહી $x$ એ કોઈપણ બિંદુનો $x$ યામ છે .આ રીતે બિંદુ $(-4,0)$ પર વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય .......... $V / m$ મળશે.
નિયમિત વિદ્યુતક્ષેત્ર $E$ માં કાટકોણ ત્રિકોણ $A B C$ એક સમતલનાં સ્વરૂપે છે. જો બિંદુ $A$ અને $B$ પર $15\,V$ નો સમાન સ્થિતિમાન છે અને બિંદુ $C$ પર સ્થિતિમાન $20\,V$ છે. જો $A B=3\,cm$ અને $B C=4\,cm$ હોય, તો $SI$ પ્રણાલી મુજબ વિદ્યુતક્ષેત્રનું મુલ્ય કેટલું ગણાય?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસનાં શિરોબિંદુઓ પર વિદ્યુતભાર મૂકેલા છે.આ ચોરસના કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર $\vec E$ અને વિદ્યુતસ્થિતિમાન $V$ છે.જો $A$ અને $B$ પરના વિદ્યુતભારને $D$ અને $C$ સ્થાને રહેલા વિદ્યુતભાર સાથે અદલા-બદલી કરવામાં આવે, તો ચોરસના કેન્દ્ર પર .......
$r$ ત્રિજ્યાવાળા વર્તુળના કેન્દ્ર પર $q$ જેટલો ચાર્જ રાખેલ છે, $B$ અને $C$ બિંદુઓ આ વર્તુંળના પરિઘ પર છે. જ્યારે બિંદુ $A$ આ વર્તુળથી બહાર છે. જો $W_{A B}$ એ $q_0$ ચાર્જને બિંદુ $A$ થી $B$ સુધી લઈ જવા માટેનું કાર્ય દર્શાવે અને $W_{A C}$ એ $q_0$ ચાર્જને બિંદુ $A$ થી $C$ સુધી લઈ જવા માટેનું કાર્ય દર્શાવે તો આપેલી આકૃતિ માટે કયું વિધાન સત્ય છે ?