Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.015\;cm$ ત્રિજ્યા ધરાવતી કાંચની લાંબી કેશનળીને પ્રવાહીમાં ડૂબાડતા તેમાં પ્રવાહી $15\, cm$ જેટલું ઉપર ચડે છે જો પ્રવાહીની સપાટી અને પાત્ર વચ્ચેનો સંપર્કકોણ $0^{\circ}$ હોય તો પ્રવાહીનું પૃષ્ઠતાણ $milli\,Newton \;m ^{-1}$ એકમમાં કેટલું હશે?
[પ્રવાહીની ઘનતા $\left.\rho_{\text {(liquid) }}=900\; kg\,m ^{-3}, g =10\, ms ^{-2}\right]$ (નજીકના પૂર્ણાંકમાં જવાબ આપો)
એક પોલા ગોળામાં નાનું છિદ્ર હોય છે, જ્યારે તેની પાણીની સપાટીની નીચે $40 \,cm$ ઊંડાઈએ લઈ જવામાં આવે છે, ત્યારે જ તેમાં પાણી દાખલ થાય છે. પાણીનું પૃષ્ઠતાણ $0.07 \,N / m$ છે. છિદ્રનો વ્યાસ ........... $mm$.
$1\,cm$ ત્રિજ્યા ઘરાવતું પાણીનું બુંદ સમાન $729$ નાનાં બુંદ્દોમાં તૂટી જાય છે.જો પાણીનું પૃષ્ઠતાણ $75\,\,dyne/cm$ હોય તો પ્રથમ દશાંશ ચિહ્ન સુધી પૃષ્ઠ ઊર્જામાં થતો વધારો $...\times 10^{-4}\,J$ થશે.$(\pi = 3.14$ આપેલ છે.)
$ 3.0\, mm$ અને $6.0\, mm$ વ્યાસના બે નાનાં છિદ્રો એકબીજા સાથે જોડીને એક યુ-ટ્યૂબ રચેલ છે, જે બંને છેડે ખુલ્લી છે. જો યુ-ટ્યૂબમાં પાણી રાખેલ હોય તો ટ્યૂબના બે ભુજમાં સપાટીઓ વચ્ચેનો તફાવત કેટલો હશે ? પ્રયોગના તાપમાને પાણીનું પૃષ્ઠતાણ $7.3 \times 10^{-2}\,N\,m^{-1}$ છે. સંપર્કકોણ શૂન્ય અને પાણીની ઘનતા $1.0 \times 10^3\, kg\, m^{-3}$ ? લો. $(g = 9.8\, m\, s^{-2})$
કેશનળી પાણીમાં શિરોલંબ ડૂબેલી છે જેમાં પાણી $x$ ઊંચાઈ સુધી ચડેલ છે.જ્યારે આ તંત્રને $d$ ઊંડાઈ ધરાવતી ખીણમાં લઈ જવામાં આવે તો કેશનળીમાં પાણીની ઊંચાઈ $y$ થાય છે.જો $R$ પૃથ્વીની ત્રિજ્યા હોય તો ગુણોત્તર $\frac{x}{y}$ કેટલો થાય?