Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે એંજિન વિરુદ્ધ દિશામાં અચળ $30\,m/s$ ના વેગથી ગતિ કરે છે. તેમાથી એક હોર્ન વગાડે છે જેની આવૃતિ $540\,Hz$ છે. બંને એકબીજાને ક્રોસ કરે તે પહેલા બીજા એંજિનના ડ્રાઇવર દ્વારા કેટલા $Hz$ની આવૃતિવાળો અવાજ સંભળાશે? ધ્વનિની ઝડપ $330\,m/sec$ છે.
દળરહિત $L$ લંબાઈના સળિયાને સમાન લંબાઈ ધરાવતી દોરી $AB$ અને $CD$ વડે લટકાવેલ છે. $m$ દળનો બ્લોક $O$ બિંદુએ લટકાવેલ છે. કે જેથી $BO$ અંતર $x$ છે. $AB$ ની પ્રથમ આવૃતિ અને $CD$ ની બીજી આવૃતિ સમાન થાય તો $‘x’$ નું મૂલ્ય કેટલું હશે?
બે સિતારના તાર $A$ અને $B$ દ્વારા ‘ધ’ શબ્દ વગાડતા તે સ્પંદ ઉત્પન્ન કરે છે અને તેની આવૃતિ $5\,Hz$ મળે છે. જો $B$ તારમાં તણાવ થોડુક વધારવામાં આવે ત્યારે મળતા સ્પંદની આવૃતિમાં $3\,Hz$ જેટલો ઘટાડો થાય છે. જો $A$ ની આવૃતિ $425\,Hz$ હોય તો $B$ની મૂળભૂત આવૃતિ કેટલા $Hz$ હશે?
એક શ્રોતા $\lambda_0$ તરંગલંબાઈવાળો અવાજ ઉત્પન કરતાં સ્થિર ઉદગમ તરફ $v$ ઝડપથી ગતિ કરે છે. તો તરંગની તરંગ લંબાઈ કેટલો ફેરફાર શ્રોતા દ્વારા અનુભવાશે. ( $c=$ અવાજની ઝડપ)
$114\, cm$ લંબાઈ ધરાવતા સોનોમીટરના તારને બંને બાજુથી જડિત કરેલ છે. બે સોનોમીટરમાં બે ટેકા ક્યાં સ્થાને મૂકવાથી તે ત્રણ ભાગમાં વિભાજિત થાય કે જેથી તેમની મૂળભૂત આવૃતિનો ગુણોત્તર $1 : 3 : 4$ મળે?
સ્વરકાંટો $1$ અને સ્વરકાંટો $2$ સાથે અવાજ કરીને પ્રતિ સેકન્ડ $4$ સ્પંદ ઉત્પન કરે છે. હવે સ્વરકાંટાના છેડા પર પટ્ટી ચોટાડવામાં આવે છે. હવે ફરીથી બંને સ્વરકાંટાને સાથે વગાડતા પ્રતિ સેકન્ડ $6$ સ્પંદ ઉત્પન્ન થાય છે. જો સ્વરકાંટાની $1$ ની આવૃતિ $200 \,Hz$ હોય, તો સ્વરકાંટા $2$ ની મુળ આવૃતિ ......... $Hz$ હશે?