Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે $Q$ ઉષ્મા આપવામાં આવે ત્યારે દઢ એક પરમાણ્વિક વાયુ $Q / 5$ જેટલું કાર્ય કરે છે. આ રૂપાંતરણ દરમ્યાન વાયુની મોલર ઉષ્માધરીતા $\frac{ x R }{8}$ છે. $x$ નું મૂલ્ય ...... છે. $[R =$ વાયુ નિયતાંક $]$
એક પરમાણ્વિક આદર્શ વાયુનું દબાણ $P$ તેના નિરપેક્ષ તાપમાન $T$ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુની મોલાર ઉષ્મા ક્ષમતા ....... $R$ છે? [$R$ એ વાયુ અચળાંક છે.]
સમાન કદના ત્રણ જુદા જુદા પાત્રમાં ત્રણ અલગ-અલગ વાયુઓ ભરવામાં આવે છે. વાયુઓના પરમાણુઓના દળ ${m_1},\,{m_2}$ અને ${m_3}$ અને તેમને અનુરૂપ અણુઓની સંખ્યા ${N_1},{N_2}$ અને ${N_3}$ છે. પાત્રમાં વાયુઓનું દબાણ અનુક્રમે ${P_1},\,{P_2}$ અને ${P_3}$ છે. જો બધા વાયુઓને એક પાત્રમાં મિશ્રિત કરવામાં આવે તો મિશ્રણનું દબાણ શું થાય?