Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$R$ ત્રિજ્યા ધરાવતો એક ઘન ગોળો તેના કેન્દ્રથી $3R$ અંતરે રહેલા કણને $F_1$ જેટલા બળ દ્વારા ગુરુત્વાકર્ષણ બળ થી આકર્ષે છે. હવે, ગોળામાં $\left(\frac{R}{2}\right)$ જેટલી ગોલીય બખોલ (છિદ્ર) કરવામાં આવે છે (આકૃત્તિમાં દર્શાવ્યા મુજબ) અને બળ $F_2$ થાય છે. $F _{1}: F _{2}$ નું મૂલ્ય ........... છે.
પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર $384000\,km$ છે. જો પૃથ્વીનું દળ $6 \times {10^{24}}kg$ અને $G = 6.66 \times {10^{ - 11}}\,N{m^2}/k{g^2}$ હોય તો ચંદ્રનો વેગ લગભગ ......... $km/sec$ હશે .
સમાન દળ ધરાવતા બે ગ્રહો $A$ અને $B$ ને તેમના પરિભ્રમણના આવર્તકાળ $T_{A}$ અને $T_{B}$ એવા છે કે $T _{ A }=2 T _{ B }$ થાય. આ ગ્રહો અનુક્રમે $r _{ A }$ અને $r _{ B }$ જેટલી ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. તેમની કક્ષાઆ માટે કયો સંબંધ સાચો છે ?