Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે સમઅક્ષીય તકતી જેની જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I_1$ અને $I_2$ છે જે અનુક્રમે $\omega_1$ અને $\frac{\omega_1}{2}$ કોણીય વેગથી તેમની સામાન્ય અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. જ્યારે તેમને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે તે સમાન કોણીય વેગથી ગતિ કરે છે. જો $E_f$ અને $E_i$ તેમની અંતિમ અને શરૂઆતની કુલ ઉર્જા હોય તો $(E_f -E_i)$ કેટલું થાય?
એક સમચોરસ પ્લેટ $abcd$ $1 \,kg$ દળ ધરાવે છે. જો નીચે દર્શાવ્યા પ્રમાણે $b$ અને $c$ ખૂણા પર દરેકનું દળ $20 \,g$ હોય તેવા બે બિંદુ દળો મુક્વામાં આવે તો દ્રવ્યમાન કેન્દ્ર કઈ રેખા પર ખસશે?
$m$ દળ ધરાવતા કણને સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના કોણે $'u'$ જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જ્યારે કણ તેની મહત્તમ ઉંચાઈ $h$ એ હોય ત્યારે પ્રક્ષિમ બિંદુને અનુરૂપ (ફરતે) પ્રક્ષિપ્ત-કણના કોણીય વેગમાનનું મૂલ્ય_________છે.
નીચે આકૃતિમાં ત્રણ સમાન લંબાઈ અને સમાન દળ $M$ ધરાવતા સળિયા દર્શાવેલા છે. સળિયા $B$ ને આધાર રાખીને તંત્રને ભ્રમણ કરવવામાં આવે છે. તો આ તંત્રની જડત્વની ચાકમાત્રા શું થશે?
ત્રિજ્યા $R$ અને જાડાઈ $t$ ધરાવતી તકતી $X$ લોખંડની પ્લેટમાંથી બનેલી છે. અને બીજી $4R $ ત્રિજ્યા અને $t/4$ જાડાઈ ધરાવતી તકતી $ Y$ લોખંડની પ્લેટમાંથી બનેલી છે. તો $I_x$ અને $I_y$ જડત્વની ચાકમાત્રા વચ્ચેનો સંબંધ ......... છે.