Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બ્લોકને $\theta $ ઢાળવાળા રફ ઢાળ પરથી નીચે આવતા લાગતો સમય એ જ ઢાળવાળા ઘર્ષણરહિત ઢાળ પરથી નીચે આવતા લાગતા સમય કરતાં બમણો છે.તો બ્લોક અને ઢાળ વચ્ચેનો ગતિક ઘર્ષણાંક કેટલો થશે?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક $m $ દળનો બ્લોક એક ગાડા $C$ સાથે સંપર્કમાં છે. બ્લોક અને ગાડા વચ્ચેનો સ્થિતિ ઘર્ષણાંક $\mu $ છે. બ્લોકને પડતો અટકાવવા માટે ગાડાનો પ્રવેગ $\alpha $ કેટલો હોવો જોઇએ?
બે પથ્થરોના દ્રવ્યમાન $m $ અને $ 2m$ છે. ભારે પથ્થરને $\frac{r}{2}$ ત્રિજયાના તથા હલકા પથ્થરને $r$ ત્રિજયાના વર્તુળાકાર સમક્ષિતિજ માર્ગ પર ભ્રમણ કરાવવામાં આવે છે. જયારે આ પથ્થરો પર સમાન કેન્દ્રગામી બળો લાગે ત્યારે હલકા પથ્થરોનો રેખીય વેગ, ભારે પથ્થરોના રેખીય વેગ કરતા $n$ ગણો છે. $n$ નું મૂલ્ય કેટલું હશે?
નિયમિત એવી ભારે સાંકળ સમક્ષિતિજ ટેબલની સપાટી પર પડેલી છે. જો સાંકળ અને ટેબલની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $0.25$ હોય, તો સાંકળની કુલ લંબાઇનો કેટલા $\%$ ભાગ ટેબલની ધાર આગળ લટકતો રહી શકે?