Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક દૃઢ દ્રિપરમાણ્વીક આદર્શ વાયુ પૂરતા ઊંચા તાપમાને એક સમોષ્મી પ્રક્રિયામાંથી પસાર થાય છે. આ પ્રક્રિયા માટે તાપમાન અને કદનો સબંધ $TV^x =$ અચળ છે, તો $x$ કેટલો હશે?
નીચેની આકૃતિઓ $(a)$ થી $(b)$ માં દબાણની ફેરફાર વડે કદમાં થતો ફેરફાર આકૃતિમાં દશાવેલ છે. વાયુને પથ $A B C D A$ પર લાવવામાં આવે છે. વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર .......... છે.
પ્રતિવર્તી ઉષ્મા એન્જીન , એક ચર્તુથાંશ ઈનપુટ (આપાત) ઊર્જાનું કાર્યમાં રૂપાંતરણ કરે છે, જ્યારે ઠારણનું તાપમાન $52 \,K$ જેટલું ઘટાડવામાં આવે ત્યારે તેની કાર્યક્ષમતાં બે ગણી થાય છે. ઉદ્દગમનું કેલ્વીનમાં તાપમાન ......... હશે.
બે કાર્નોટ એન્જિન $A$ અને $B$ ને શ્રેણીમાં એવી રીતે જોડવામાં આવે છે કે જેથી એન્જિન $A$ $T_{1}$ તાપમાનેથી ઉષ્માનું શોષણ કરીને $T$ ઠારણ વ્યવસ્થાના તાપમાને મુક્ત કરે છે. એન્જિન $B$ એન્જિન $A$ દ્વારા મુક્ત થતી ઉષ્માની અડધી ઉષ્માનું શોષણ કરીને તેને ${T}_{3}$ ઠારણ વ્યવસ્થાના તાપમાને મુક્ત કરે છે. જો બંને કિસ્સામાં કાર્ય સમાન હોય તો ${T}$ નું મૂલ્ય કેટલું હશે?