Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વિદ્યુત પરિપથમાં ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો વિદ્યુત પ્રવાહ $(I)$, અવરોધ $(R)$ અને સમય $(t)$ પર આધાર રાખે છે. જો ઉપરની ભૌતિક રાશિઓના અનુક્રમે $2\%\,, 1\%$ અને $1\%$ ની ત્રુટિઓ મળે, તો ઉત્પન્ન થતી કુલ ઉષ્મામાં મહત્તમ શક્ય ત્રુટિ કેટલા $.............. \%$ હશે $?$
એક ચોસલા ની ઘનતા તેના દળ અને બાજુની લંબાઈ ના માપન પરથી મેળવવામાં આવે છે.જો તેના દળ અને લંબાઈ ના માપન માં રહેલી મહત્તમ ત્રુટિ અનુક્રમે $4\%$ અને $3\%$ હોય , તો ઘનતા માં રહેલી મહત્તમ ત્રુટિ ........ $\%$ થશે.
ગુરુત્વપ્રવેગ માપવા માટે એક સાદા લોલકનો ઉપયોગ કરવામાં આવે છે. લોલકની લંબાઈ $25.0\; \mathrm{cm}$ અને $1\; \mathrm{s}$ લઘુતમ માપશક્તિ ધરાવતી સ્ટોપવોચ દ્વારા $40$ અવલોકન માટેનો સમય $50\; s$ મળે છે. તો $g$ ના મૂલ્યમાં કેટલી ચોકચાઈ ....... $\%$ હશે.
ઊર્જા ઘનતાને $u=\frac{\alpha}{\beta} \sin \left(\frac{\alpha x}{k t}\right)$ સૂત્ર વડે આપવામાં આવે છે. જ્યાં $\alpha, \beta$ અચળાંકો છે, $x$ એ સ્થાનાંતર, $k$ એ બોલ્ટ્ઝમેન અચળાંક અને $t$ એ તાપમાન છે. $\beta$ નું પરિમાણ ...... થશે.