Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
થરમૉડાયનેમિક પ્રક્રિયામાં નિશ્ચિત દળનાં વાયુનું દબાણ એવ રીતે બદલાય છે જ્યારે વાયુ પર $8 \,J$ કાર્ય થાય છે ત્યારે વાયુ $20 \,J$ ઉષ્મા મુક્ત કરે છે. જો વાયુની પ્રારંભિક આંતરીક ઊર્જા $30 \,J$ હોય તો અંતિમ આંતરિક ઊર્જા .............. $J$ હશે.
એક મોલ આદર્શ વાયુ કે જેનો સમોષ્મી ચરઘાતાંક $\gamma $ છે, તેનું કદ $V=\frac{b}{T}$ સંબંઘની રીતે બદલાય છે. જયાં $b=$ અચળ. જો પ્રક્રિયા કે જેમાં તાપમાનમાં $\Delta T$ વધારો થાય, તો આ વાયુ વડે શોષણ થતી ઉષ્માનો જથ્થો કેટલો હશે?
પિસ્ટન ઘરાવતા નળાકાર પાત્રમાં એક પારિમાણ્યિક વાયુ ${T_1}$ તાપમાને ભરેલ છે.સમોષ્મી વિસ્તરણ કરી તેનું તાપમાન ${T_2}$ કરવામાં આવે છે.${L_1}$ અને ${L_2}$ એ વિસ્તરણ પહેલા અને વિસ્તરણ પછીની વાયુના સ્તંભની લંબાઇ છે. તો ${T_1}/{T_2}$=_________
પ્રતિવર્તી ઉષ્મા એન્જીન , એક ચર્તુથાંશ ઈનપુટ (આપાત) ઊર્જાનું કાર્યમાં રૂપાંતરણ કરે છે, જ્યારે ઠારણનું તાપમાન $52 \,K$ જેટલું ઘટાડવામાં આવે ત્યારે તેની કાર્યક્ષમતાં બે ગણી થાય છે. ઉદ્દગમનું કેલ્વીનમાં તાપમાન ......... હશે.
$PV$ ડાયાગ્રામ દ્વારા રજૂ કરેલી નીચેની કઈ થરમોડાયનેમિક પ્રક્રિયા દરમિયાન તંત્ર દ્વારા શોષેલી ઉષ્મા ઊર્જા એ $PV$ આલેખ દ્વારા આવરીત ક્ષેત્રફળ જેટલી હોય છે.
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, હિલિયમ વાયુ $ABCDA$ ચક્રમાંથી પસાર થાય છે. (જે બે સમકદ અને બે સમદાબી રેખાઓ ધરાવે છે.) આ ચક્રની કાર્યક્ષમતા આશરે ....... $\%$ થાય. (વાયુને આદર્શ વાયુ જેવો ધારો)