Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક નાનો $m$ દળ અને $\rho$ ધનતા ધરાવતા બોલને $\rho_0$ જેટલી ધનતા ધરાવતા સિન્ગધ પ્રવાહીમાં મૂકવામાં આવે છે. અમુક સમયબાદ, બોલ અચળ વેગ સાથે પડે છે. બોલ ઉપર લાગતું સ્નિગધ (શ્યાનતા) બળ . . . .હશે.
$0.1\,mm$ ત્રિજ્યા અન $10^{4} \,kg m ^{-3}$ ની ધનતા ધરાવતો એક નાનો ગોલીય બોલ પાણી ભરેલી ટાંકીમાં દાખલ થતાં પહેલાં ગુરુત્વાકર્ષણની અસર હેઠળ $h$ જેટલું અંતર કાપે છે. જો પાણીમાં દાખલ થયા બાદ બોલનો વેગ બદલાતો ના હોય તો $h$ નું મૂલ્ય ........... $m$ હશે.
પવનની ટનલમાં મોડેલ એરોપ્લેનના ચકાસણી પ્રયોગમાં પાંખની નીચેની અને ઉપરની સપાટી પર વહનની ઝડપ અનુક્રમે $70 \mathrm{~ms}^{-1}$ અને $65 \mathrm{~ms}^{-1}$ છે. જો પાંખનું ક્ષેત્રફળ 2 $\mathrm{m}^2$ હોય તો પાંખની લીફટ __ $N$ છે.
$5 \times 5 \times 5 \,cm ^3$ કદના સ્ટીલના બ્લોકનું પાણીમાં વજન કરવામાં આવે છે. જો સ્ટીલની સાપેક્ષ ઘનતા $7$ છે તો તેનું પરિણામી વજન .......... $gwt$ છે ?
એક $H$ ઊંચાઈના મોટા પાતને, $\rho$ ઘનતાના પ્રવાહીથી છલોધલ ભરવામાં આવે છે. તેની શિરોલંબ બાજુની સપાટી પર $r$ ત્રિજ્યાનું એક નાનું છિદ્ર બનાવવામાં આવે છે. (તળિયાની એકદમ નજીક) તો પ્રવાહીના દબાણને રોકવા માટે જરરી સમક્ષિતિજ બળ કેટલું હશે ?
પાણીની ટાંકીના તળિયા પરનું દબાણ $4 P$ છે, જ્યાં $P$ એે વાતાવરણનું દબાણ છે. જો પાણી તેનું સ્તર તેના $\frac{3}{5}$ ભાગ જેટલું ના થાય ત્યાં સુધી બહાર નીકાળવમાં આવે છે તો ટાંકીના તળિયા પરનુુ દબાણ કેટલું થશે ?
પાત્રના તળિયે $l$ લંબાઇ અને $r$ ત્રિજયા ઘરાવતી કેશનળી જોડેલ છે.તેના પર દબાણનો તફાવત $P$ હોય,ત્યારે બહાર આવતા પાણીનું કદ $V$ છે,હવે તેની સાથે શ્રેણીમાં સમાન લંબાઇ પરંતુ અડધી ત્રિજયા ધરાવતી કેશનળી જોડતાં બહાર આવતાં પ્રવાહીનું કદ ( તંત્ર વચ્ચે દબાણનો તફાવત $P$ છે. )
$M$ દળ ધરાવતા અને $d$ જેટલી ઘનતા ધરાવતા એક નાના બોલ (દડા) ને, ગ્લીસરીન ભરેલા પાત્રમાં પતન કરવામાં આવે છે ત્યારે તેની ઝડપ અમુક સમય બાદ અચળ થાય છે. જે ગ્લિસરીનની ધનતા $\frac{\mathrm{d}}{2}$ જેટલી હોય તો દડા પર લાગતું સ્નિગ્ધતા (શ્યાનતા) બળ $....$ હશે.
તળિયે કાણાં વાળા પાત્રમાં પાણી અને કેરોસીન (સાપેક્ષ ઘનતા $0.8$) ભરેલ છે.પાણીની ઊંચાઈ $3\,m$ અને કેરોસીનની ઊંચાઈ $2\,m$ છે.જ્યારે કાંણાને ખોલવામાં આવે ત્યારે બહાર આવતા પ્રવાહીનો વેગ ........ $m\,s^{-1}$ હશે . ($g\, = 10\, m s^{-2}$ અને પાણીની ઘનતા $= 10^3\, kg\, m^{-3}$)