Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$200\, kg$ અને $400\, kg$ નાં બે ઉપગ્રહો $A$ અને $B$ પૃથ્વીને ફરતે અનુક્રમે $600\, km$ અને $1600 \,km$ ઊંચાઈએ પરિક્રમણ કરે છે. જો $T_A$ અને $T_B$ એ અનુક્રમે $A$ અને $B$ નાં આવર્તકાળ હોય તો મૂલ્ય $T_B - T_A =$ ........... હશે.
બે ઉપગ્રહો $A$ અને $B$ અનુક્રમે $4R$ અને $R$ ત્રિજયાની વર્તુળાકાર કક્ષમાં ભ્રમણ કરે છે. જો $A$ ઉપગ્રહની ઝડપ $3V $ હોય, તો $B $ ઉપગ્રહની ઝડપ ...... $V$ થશે.
$x-$અક્ષ પર ઉગમબિંદુથી $x$ અંતરે દળના વિતરણને કારણે ગુરુત્વાકર્ષીક્ષેત્ર $\frac{A x}{\left(x^{2}+a^{2}\right)^{3 / 2}}$ મુજબ આપવામાં આવે છે. $x-$અક્ષ પર $x$ અંતરે ગુરુત્વ સ્થિતિમાન કેટલું થશે? અનંત અંતરે તેનું મૂલ્ય શૂન્ય લો.
એક ઉપગ્રહને પૃથ્વીની આસપાસ $R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે, જ્યારે બીજા ઉપગ્રહને $1.02\, {R}$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે. બે ઉપગ્રહોના આવર્તકાળનો પ્રતિશત ફેરફાર કેટલો હશે?
પૃથ્વીને સમાન દળ ધનતાનો ગોળો ધારતા, જો પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન $200\,N$ હોય તો તેનું પૃથ્વીની સપાટીથી $d=\frac{R}{2}$ ઉંડાઇએ વજન $...........\,N$ હશે.($R=$ પૃથ્વીની ત્રિજ્યા આપેલી છે.)
એક સ્થાને ગુરુત્વ પ્રવેગ નું મૂલ્ય $9.8\; m/s^2$ જો પૃથ્વી સંકોચાય ને તેના પરિમાણ થી અડધી થય જાય પણ દળ સમાન રહે તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ........ $m/{\sec ^2}$ થશે.