Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$4I$ અને $9I$ તીવ્રતા ધરાવતા બે પ્રકાશ, પડદા ઉપર વ્યતિકરણ અનુભવે છે. પડદા ઉપર $A$ બિંદુ આગળ કળા તફાવત શૂન્ય. અને બિંદુ $B$ આગળ $\pi$ છે. બિંદુ $A$ અને $B$ આગળ પરિણામી તીવ્રતાઓનો તફાવત $........\,I$ થશે.
યંગ ડબલ સ્લિટના પ્રયોગમાં $450 \,nm$ તરંગલંબાઈ માટે, $2 \,m$ દૂર રખેલા પડદા ઉપર શલાકાની પહોળાઈ $0.35^{\circ}$ જેટલી મળે છે. આ આખીય રચનાને $7 / 5$ જેટલો વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ડૂબાડવામાં આવે તો શલાકાની કોણીય પહોળાઈ $\frac{1}{\alpha}$ થાય છે. તો $\alpha$ નું મૂલ્ય ............ હશે.
ડબલ સ્લિટના પ્રયોગમાં પ્રથમ અધિકતમ અને પાંચમાં ન્યુનતમ વચ્ચેનું અંતર $7\,mm$ હોય અને સ્લીટ વચ્ચે અંતર $0.15\,mm$ અને સ્લીટથી પડદાનું અંતર $50\,cm$ હોય, તો વપરાયેલા પ્રકાશની તરંગલંબાઈ $............\,nm$
$I$ અને $4I$ તીવ્રતા ધરાવતા પ્રકાશના બે કિરણપુંજ નું વ્યતિકરણ થઈને પડદા પર શલાકાઓ રચે છે. કિરણપુંજો વચ્ચેનો કળા તફાવત $A$ બિંદુએ $\pi/2$ અને $B$ બિંદુએ $2\pi$ છે. તો $A$ અને $B$ બિંદુએ પરિણામી તીવ્રતાઓ શોધો.
યંગના પ્રયોગમાં n સમાન $I_0$ તીવ્રતાવાળા સુસંબઘ્દ્ર ઉદ્ગમો વાપરવામાં આવે ત્યારે તીવ્રતા $I_1$ મળે છે. જયારે $n$ સમાન તીવ્રતાવાળા અસુસંબઘ્દ્ર ઉદ્ગમો વાપરવામાં આવે ત્યારે તીવ્રતા $I_2$ મળે છે.તો $I_1$ અને $I_2$ કેટલા થાય?