Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આદર્શ કેપેસીટરનો કેપેસીટન્સ $0.2\, \mu F$ છે જેને $10\,V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવતથી ચાર્જ કરવામાં આવે છે અને પછી તેમાથી મુક્ત કરવામાં આવે છે. પછી તેને $0.5\,mH$ આત્મપ્રેરકત્વ ધરાવતા આદર્શ ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે છે. જ્યારે કેપેસીટર વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $5\,V$ હોય ત્યારે તેમાથી કેટલો પ્રવાહ ($A$ માં) વહેતો હશે?
$C$ કેપેસીટી વાળા કન્ડેન્સરને $V_1$ વિદ્યુત સ્થીતીમાન સુધી ચાર્જ કરેલ છે હવે કન્ડેન્સરની પ્લેટને $L$ ઇન્ડકટન્સ ધરાવતા આદર્શ ઇન્ડકટર સાથે જોડવામાં આવેલ છે જ્યારે કન્ડેન્સરનો વિદ્યુત સ્થીતીમાન ઘટીને $V_2$ થાય તો ઇન્ડકટરમાંથી વહેતો પ્રવાહ શોધો ?
એક $10 \;H$ નું આદર્શ ગુંચળું અવરોધ $5 \;\Omega$ અને $5 \;V$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલ છે. જોડાણ કર્યાની $2$ સેકન્ડ પછી ગૂંચળામાં કેટલા અમ્પિયરનો વિદ્યુતપ્રવાહ વહેશે?
$80 \%$ કાર્યક્ષમતા ઘરાવતા ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગુંચળાનો પાવર $4 kw$ અને વોલ્ટેજ $100 V$ છે.જો ગૌણ ગુંચળાનો વોલ્ટેજ $200 V$ હોય તો પ્રાથમિક અને ગૌણ ગુંચળાનો પ્રવાહ અનુક્રમે કેટલો થાય?