Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
દિવાથી $20 \,cm$ અંતરે બે સેકન્ડ એક્સપોઝરના સમય વડે એક સારી ફોટોગ્રાફીક પ્રિન્ટ મેળવવામાં આવે છે. તો $40 \,cm$ ના અંતરે સમાન રીતે સારું પરિણામ મેળવવા માટે એક્સપોઝરનો સમય.......$s$ ગણો.
જેની કેન્દ્ર લંબાઈનું નિરપેક્ષ મુલ્ય $|f|=40\,cm$ હોય તેવા ગોલીય અરીસાની કેન્દ્રીય એક્ષની સામે (આગળ) $100\, cm$ ઊંચાઈ ધરાવતી ટૂંકી સીધી વસ્તુ ગોઠવાયેલી છે. અરીસા દ્વારા રચાયેલ વસ્તુનું પ્રતિબિંબની ઊંચાઈ $25\, cm$ છે અને તેનું અનુસ્થાપન (ઓરીએન્ટેશન) વસ્તુનાં અનુસ્થાપન જેવું જ છે. આ માહિતી પરથી તારણ મેળવી શકાય કે
જ્યારે સમતલીય બહિર્ગોળ લેન્સની સમતલ સપાટી પર સિલ્વર લગાડવામાં આવે જેથી તે $ 60\, cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસા તરીકે વર્તેં છે. તેમ છતાં જો બહિર્ગોળ સપાટી પર સિલ્વર લગાડવામાં આવે તો તે $20\, cm$ કેન્દ્રલંબાઈનો અંતર્ગોળ અરીસા તરીકે વર્તેં છે. તો લેન્સનો વક્રીભવનાંક શું થશે?
$20 \,cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સને બે સમાન ભાગમાં કાપવામાં આવે છે. તેથી તેના આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમતલીય બહિર્ગોળ લેન્સ બને છે. ત્યારબાદ આ બંન્ને ભાગને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજાના સંપર્કમાં મૂકવામાં આવે છે. તો તંત્રની કેન્દ્રલંબાઈ .......$cm$ થશે?
ટેલિસ્કોપ બનાવવા માટે $\pm 15\; cm$ અને $\pm 150 \;cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા અલગ અલગ ચાર લેન્સ આપેલા છે. મોટી મોટવણી મેળવવા માટે નેત્રકાંચની કેન્દ્રલંબાઈ ($cm$ માં) કેટલી હોવી જોઇએ?
બે વસ્તુઓ $A$ અને $B$ ને $40\,cm$ ની વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે અનુક્રમે $15\,cm$ અને $25\,cm$ અંતરે રાખવામાં આવ્યા છે. અરીસા દ્વારા મળતા પ્રતિબંબો વચ્ચેનું અંતર $...........\,cm$ થશે.