Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$5.0\;m$ અને $5.5\;m$ તરંગલંબાઇ ધરાવતા બે તરંગો કોઈ એક વાયુમાં $330\;m/s $ ના વેગથી ગતિ કરે છે. આપણે પ્રતિ સેકન્ડે કેટલી સ્પંદની સંખ્યાની અપેક્ષા રાખી શકીએ?
$9.8 \,g/m$ રેખીય ધનતા ધરાવતો ધાતુના તારને $1$ મીટર દૂર રહેલા બે દઢ આધાર પર $10\; kg$ વજનના તણાવ સાથે બાંધેલ છે. તાર કાયમી ચુંબકના ધ્રુવોની વચ્ચે તેના મધ્ય બિંદુથી પસાર થાય છે અને તેમાંથી $n$ આવૃતિવાળો પ્રત્યાવર્તી પ્રવાહ પસાર કરતાં તે અનુનાદથી કંપન કરે છે. પ્રત્યાવર્તી પ્રવાહની આવૃત્તિ કેટલી ($Hz$ માં) હશે?
બંને છેડેથી જડીત દોરીમાં સમીકરણ $y=2 A \sin k x \cos\,\omega t$ છે. પ્રસ્પંદ અને નિસ્પંદ બિંદુ મધ્યમાં રહેલા કણનો કંપવિસ્તાર અને આવૃતિ અનુક્રમે કેટલી હશે.
સોનોમીટરના પ્રયોગમાં જયારે દોરી સાથે $180\,g$ વજનને લટકાવવામાં આવે છે ત્યારે તે તેની $30\,Hz$ ની મૂળભૂત આવૃત્તિ સાથે આંદોલિત થાય છે. જયારે $m$ વજનને લટકાવવામાં આવે છે ત્યારે દોરી $50\,Hz$ ની મૂળભૂત આવૃત્તિ સાથે આંદોલિત થાય છે.અહી $m$ ની કિંમત ............ $g$ છે.
$9.0 \times 10^{-4} \;{kg} / {m}$ રેખીય ઘનતા ધરાવતા તારને બે દઢ આધાર સાથે $900\; {N}$ તણાવબળ રહે તેમ બાંધેલ છે. તેની અનુનદીત આવૃતિ $500\;{Hz}$ છે. સમાન તારની તેની પછીની અનુનદીત આવૃતિ $550\; {Hz}$ છે. તારની લંબાઈ $({m}$ માં) કેટલી હશે?