Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$5\, {kg}$ દળના પદાર્થ પર $\vec{F}=(40 \hat{i}+10 \hat{j})\, N$ જેટલું બળ લાગે છે. જો પદાર્થ સ્થિર સ્થિમાંથી ગતિની શરૂઆત કરતો હોય, તો $t=10\, {s}$ સમયે તેનો સ્થાનસદીશ $\vec{r}$ કેટલો થાય?
$M_1$ અને $M_2$ નાં બે દળોને હલકી ખેંચાણ ન અનુભવતી દોરી કે જેને ધર્ષણાહિત પુલી પરથી પસાર કરવામાં આવી છે તેના બે છેડા આગળ બાંધવામાં આવેલા છે. જ્યારે દળ $M_2$ એ $M_1$ કરતા બમણું હોય ત્યારે તંત્રમાં $a_1$ જેટલો પ્રવેગ મળે છે.જ્યારે $M_2$ એ $M_1$ કરતા ત્રણ ગણું હોય છે ત્યારે તંત્રનો પ્રવેગ $a_2$ જેટલો મળે છે. $\frac{a_1}{a_2}$ ગુણોત્તર શોધો.
નીચે આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, પદાર્થ પર લાગતુ બળ એ સમય સાથે બદલાતો રહે છે. જો પદાર્થનુ પ્રારંભિક વેગમાન $\vec{p}$ છે, તો પદાર્થ વડે તેનું $\vec{p}$ વેગમાન ફરીથી જાળવી રાખવા માટે લેવામાં આવતો સમય છે
લીફ્ટમાં ઉભેલો માણસના હાથમાંથી એક સિક્કો પડે છે.જો લિફ્ટ સ્થિર હોય તો તેને નીચે પડતાં $t_{1}$ સમય લાગે છે અને જો લિફટ અચળ ગતિ કરતી હોય તો તેને નીચે પડતાં $t_{2}$ સમય લાગતો હોય તો ....
$20 \,kg$ નો વાંદરો ઊભી દોરડું પકડે છે. જો દોરડા પર $25\,kg$ નું દળ લટકાવવામાં આવે, તો દોરડું તૂટતું નથી, પરંતુ જો તેના પર $25\,kg$ થી વધુ દળ લટકાવવામાં આવે તો તે તૂટી જશે. તે મહત્તમ કેટલા પ્રવેગથી ($m/{s^2}$ માં) વાંદરો દોરડા પર ચઢી શકે? $(g = 10\,m/{s^2})$