Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$20\,cm$ લંબાઈનો ધાતુનો એક સળિયો તેના એક છેડામાંથી પસાર થતી અક્ષને લંબરૂપે $210\,rpm$ વડે ભ્રમણ કરે છે. સળિયાની બીજો છેડો ધાતુની વર્તુળાકાર રીગ સાથે સંપર્ક ધરાવે છે. અક્ષને સમાંતર $0.2\,T$ મૂલ્યનું અચળ અને સમાન ચુંબકીય ક્ષેત્ર પ્રત્યેક સ્થાન અસ્તિત્વ ધરાવે છે. કેન્દ્ર અને રિંગ વચ્ચે રચાતું $emf$ ........$mV$ છે. $\left(\pi=\frac{22}{7}\right)$
સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરને $200\,V$ સાથે લગાવવામાં આવેછે,તેના દ્વારા $6\,V,\,30\,W$ નો બલ્બ શરૂ કરાય છે,તો પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ કેટલા ....$A$ હશે?
$400\,\Omega$ અવરોઘ ઘરાવતી કોઈલને ચુંબકીય ક્ષેત્રમાં મુકેલ છે. જો કોઇલ સાથે સંકળાયેલ ફલકસ $\phi\;(Wb)$ નો સમય $t\;(sec)$ સાથે $\phi= 50{t^2} + 4$ મુજબ બદલાય છે. કોઈલમાં $t=2\;sec$ એ ઉદ્ભવતો પ્રવાહ....$ A$ હશે?
એક વિદ્યુત અવરોધ કોપરના તારના $100$ આાંટાને લાકડાની નળાકાર કોર કે જેનું આડછેદનું ક્ષેત્રફળ $24\,cm ^2$ છે તેને વીટાળવામાં આવે છે. તારના બંને છેડાને અવરોધ સાથે જોડવામાં આવે છે પરીપથનો કુલ અવરોધ $12\,\Omega$ છે. જો કોઈ ઉપર અક્ષની દિશામાં $1.5\,T$ નું અને $1.5\,T$ નું તેની વિરુદ્ધ દિશામાં બાહ્ય રીતે સમાન ચુંબકીય બળ લગાડવામાં આવે, તો પરિપથમાંથી તે બિંદુ પાસેથી પસાર થતા વીજભારમાં થતો ફેરફાર ............ $mC$ હશે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $L$ આત્મપ્રેરકત્વ ધરાવતું ગુચળું બે પાટા સાથે જોડાયેલ છે. આ બે સમાંતર પાટા પર એક $l$ લંબાઈ અને $m$ દળ ધરાવતું કનેક્ટર મુક્ત રીતે લસરી શકે છે. આ આખા તંત્રને કાગળના સમતલની અંદરની દિશામાં જતાં ચુંબકીયક્ષેત્ર $B$ માં મૂકવામાં આવે છે. $t= 0$ સમયે તેને શરૂઆતનો વેગ $v_0$ આપેલ છે જેના કારણે તે $x-$દિશામાં ગતિ કરવાનું શરૂ કરે છે.તો કનેક્ટરના સ્થાનતરનો સમય વિરુદ્ધનો આલેખ કેવો મળશે?