એક પ્રદેશમાં ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર હાજર છે અને બતાવ્યા પ્રમાણે એક દળને $A$ થી $B$ જુદા-જુદા માર્ગો દ્વારા ખસેડવામાં આવે છે. જો $W _1, W _2$ અને $W _3$ માર્ગો પર ગુરુત્વાકર્ષણ બળ દ્વારા કરવામાં આવેલ કાર્ય દર્શાવે, તો .....
એક કણને પૃથ્વીની સપાટીથી $S$ ઊંચાઈએથી છોડવામાં આવે છે. કોઈ ચોક્કસ ઊંચાઈએ તેની ગતિઊ તેની સ્થિતિઊર્જા કરતાં ત્રણ ગણી વધારે છે. આ ક્ષણે કણની પૃથ્વીની સપાટીથી ઊંચાઈ અને ઝડપ અનુક્રમે $.....$ છે.
ટર્બાઈનનું સંચાલન કરવા $60\, m$ ઊંચાઈએથી અને $15\, kg/s$ ના દર થી પાણી પડે છે. ઘર્ષણ બળને કારણે થતો વ્યય આપાત ઊર્જના $10\,\%$ જેટલો છે. ટર્બાઈનમાં કેટલો પાવર (કાર્યત્વરા) ઉત્પન્ન થશે ? $\left(g=10\, \mathrm{~m} / \mathrm{s}^{2}\right)$ ($\mathrm{~kW}$ માં)
દોરી સાથે બાંધેલ $m$ દળનો પદાર્થ $r$ ત્રિજ્યાના શિરોલંબ વર્તુળમાં ભ્રમણ કરે છે. જો આ પદાર્થનો સૌથી નીચેના બિંદુએ વેગ $\sqrt{7 gr }$ હોય, તો તે નીચેના બિંદુએ ઉદભવતું તણાવ .......... $mg$ હોય
એક કણ પર $y-$દિશામાં $F = 20 + 10y$ નું બળ લાગે છે. જ્યાં $F$ એ ન્યૂટનમાં અને $y$ એ મીટરમાં છે. આ કણને $y = 0$ થી $y=1 \;m$ ખસેડવા માટે આ બળ વડે કેટલું કાર્ય કરવું પડે?
એક હવામાં જતાં પદાર્થનો વેગ $(20 \hat{\mathrm{i}}+25 \hat{\mathrm{j}}-12 \hat{\mathrm{k}})$ છે તે અચાનક બે ભાગમાં વિભાજિત થાય છે જેમના દળનો ગુણોતર $1: 5$ છે.નાનો પદાર્થ $(100 \hat{\mathrm{i}}+35 \hat{\mathrm{j}} +8 \hat{\mathrm{k}})$ ના વેગથી ગતિ કરતો હોય તો મોટા પદાર્થનો વેગ કેટલો હશે?
સ્થિર રહેલ $500\; \mathrm{g}$ દળના પદાર્થ પર બદલાતું બળ લગતા તેનો $\mathrm{X}$ ઘટક નીચે દર્શાવ્યા પ્રમાણે બદલાય છે. તો $X=8 \;\mathrm{m}$ અને $X=12\; \mathrm{m}$ બિંદુ આગળ કણનો વેગ કેટલો થાય?
સ્થિર રહેલ $5 \;\mathrm{m}$ દળનો પદાર્થ ત્રણ ટુકડામાં વિભાજિત થાય છે. બે $m$ દળના પદાર્થ એકબીજાને લંબ રીતે $v$ વેગથી ગતિ કરે છે. તો આ પ્રક્રિયા દરમિયાન કેટલી ઉર્જા ($J$ માં) મુક્ત થઈ હશે?
$4m$ દ્રવ્યમાનના અને $u$ ઝડપતી ગતિ કરતો એક પદાર્થ $A$ એ $2m$ દ્રવ્યમાનના અને સ્થિર એવા એક પદાર્થ $B$ સાથે અથડાય છે. આ અથડામણ હેડ ઓન અને સ્થિતિસ્થાપક પ્રકૃતિની છે. અથડામણ પછી પદાર્થ $A$ વડે ગુમાવાતી ઊર્જાનો જથ્થો કેટલો હશે?
$m$ દળનો એક ગતિમાન બ્લોક બીજા એક $4m$ દળના સ્થિર બ્લોક સાથે અથડાય છે. અથડામણ બાદ હલકો બ્લોક સ્થિર થાય છે. જો હલકા બ્લોકનો પ્રારંભિક વેગ $v$ હોય, તો પુન:સ્થાપક ગુણાંક $(e) $ નું મૂલ્ય કેટલું હશે?
ઘર્ષણરહિત પાટા પર $ h$ ઊંચાઈ એની પ્રારંભમાં સ્થિર રહેલ એક પદાર્થ નીચેની તરફ સરકે છે અને વ્યાસ $AB=D$ ધરાવતું એક અર્ધવર્તુળ પુરૂ કરે છે. આ ઊંચાઈ $h$ કોને બરાબર હશે?
$1\;g$ દળ ધરાવતું એક વરસાદનું ટીપું $1\;km $ ઊંચાઇથી નીચે પડી રહ્યું છે. તે જમીન સાથે $50\;m/sec$ ની ઝડપથી અથડાય છે. જો $g$ નું મૂલ્ય $10 \,m/s^{2}$ અચળ છે. $(i)$ ગુરુત્વાકર્ષણ બળ અને $(ii)$ હવાના અવરોધ દ્વારા થતું કાર્ય અનુક્રમે કેટલું હશે?
અચળ પાવરના એક ઉદગમની અચર નીચે એક પદાર્થ એક દિશામાં ગતિ કરવાનું શરૂ કરે છે. આપેલ આલેખોમાંથી કયો આલેખ સ્થાનાંતર $(s)$ નું સમય $(t)$ સાથેનો બદલાવ સારી રીતે રજૂ કરે છે ?
પ્રારંભમાં સ્થિર પદાર્થ $2M $ અને $3M $ દળ ના બે ટૂકડામાં વહેંચાય છે અને તેમની બંનેની મળીને કુલ ગતિઊર્જા $E$ છે. ટૂકડામાં વહેંચાયા બાદ $ 2M$ દળના ટૂકડાની ગતિઊર્જા કેટલી હશે?
$10\; g$ દળનો એક કણ $ 6.4\; cm$ ત્રિજયાના વર્તુળાકાર માર્ગ પર અચળ સ્પર્શીય પ્રવેગથી ગતિ કરે છે. જો ગતિની શરૂઆત પછી બીજું પરિભ્રમણ પૂરું કરે ત્યારે કણની ગતિઊર્જા $8 \times 10^{-4} J $ થઇ જાય, તો આ પ્રવેગનું મૂલ્ય ($m/s^{2}$ માં) કેટલું હશે?
કોઇ એક કણ પર $\left( {4\hat i + 3\hat j} \right)N$ નું બળ લાગતાં તે બિંદુ $\left( { - 2\hat i + 5\hat j} \right)$ થી $\left( {4\hat j + 3\hat k} \right)$ સુધી ગતિ કરે છે. આ બળ વડે થતું કેટલું કાર્ય ($J$ માં) થયું હશે?
$1\; kg $ દ્રવ્યમાનના કોઇ પદાર્થ પર સમય આધારિત બળની $\overrightarrow {F} = (2t\hat i + 3{t^2}\hat j) \;N$ અસર હેઠળ ગતિ કરે છે. જયાં $\hat i$ અને$\hat j$ અનુક્રમે $x-$ અક્ષ અને $y-$ અક્ષની દિશામાંના એકમ સદિશો છે. $t$ સમયે આ બળ વડે કેટલો પાવર મળશે?
$400\; ms^{-1}$ ના સમક્ષિતિજ વેગથી ગતિ કરતી $10\;g $ દળની એક ગોળી, $2\; kg $ દળના લાકડાના બ્લોક સાથે અથડાય છે, જે $5\; m$ લાંબી ખેંચાઇ ન શકે તેવી દોરીથી લટકાવેલ છે. જેના લીધે બ્લોકનું ગુરુત્વકેન્દ્ર $10\;cm$ શિરોલંબ અંતર વધે છે. બ્લોકની સમક્ષિતિજ દિશામાં બહાર નીકળે ત્યારે ગોળીની ઝડપ (${ms} ^{-1}$ માં) કેટલી હશે?
બે સમાન ગોળાઓ $A$ અને $B$ અનુક્રમે $0.5 \;m/s$ તથા $ -0.3 \;m/s $ ના વેગથી એક પરિમાણમાં ગતિ કરતાં સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે. અથડામણ પછી ગોળા $ B$ અને ગોળા $A$ ના વેગ અનુક્રમે કેટલા થાય?
$0.18 kg$ દળનો એક ટુકડો $2 N/m$ બળ અચળાંક ધરાવતી એક સ્પ્રિંગ સાથે જોડેલો છે. ટુકડા અને તળિયા વચ્ચેનો ઘર્ષણ ગુણાંક $0.1 $ છે. પ્રારંભમાં ટુકડો સ્થિર સ્થિતિએ છે અને સ્પ્રિંગ ખેંચાયેલી નથી. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ટુકડા ધક્કો મારવામાં આવે છે. ટુકડો $0.06$ અંતર સુધી સરકે છે અને સ્થિર સ્થિતિએ પાછો ફરે છે. ટુકડાનો પ્રારંભિક વેગ $ V = N/10 m/s$ છે. તો $N$ શું હશે ?
$0.1 kg $ અને $0.4 kg$ ના પદાર્થ એકબીજા તરફ $1 m/s $ અને $0.1 m/s $ ના વેગથી ગતિ કરે છે.બંને પદાર્થ અથડાઇને ચોંટી જાય છે.તો $ 10 sec$ માં તે કેટલા ............ $m$ અંતર કાપશે?
$0.1 kg $ દળ ધરાવતા કણ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અંતરની સાપેક્ષે બળ લગાડવામાં આવે છે. જો તે $x = 0$ એ સ્થિર સ્થિતીથી શરૂ કરે તો $x = 12$ એ તેનો વેગ ....... $m/s$
$0.1 kg $ નો એક બોલ પ્રારંભમાં સ્થિર સ્થિતિમાં રહેલાં અજ્ઞાત દળના બોલ સાથે હેડઓન સંઘાત અનુભવે છે. જો $0.1 kg$ નો બોલ તેની મૂળ ઝડપ ના $1/3$ ઝડપે પાછો ફરે છે. બીજા બોલનું દળ .......... $kg$ હશે.
$0.2 kg$ દળનો એક દડો $5m$ ઉંચાઈ પર સ્થિર રહેલો છે. $0.01 kg$ દળની એક ગોળી $V m/s$ ના વેગથી સમક્ષિતિજ દિશામાં ગતિ કરીને દડાના કેન્દ્ર આગળ અથડાય છે. સંઘાત પછી દડો અને ગોળી સ્વતંત્ર રીતે ગતિ કરે છે. થાંભલાના તળિયેથી આ દડો જમીન પર $20 m$ અંતરે અને ગોળી $100 m $ અંતરે અથડાય છે. ગોળીનો પ્રારંભિક વેગ $ V $ કેટલા.......$m/s$ હશે ?
$0.2$ ઘર્ષણાંક ધરાવતી સમક્ષિતિજ સપાટી પર $5 kg $ નો પદાર્થ પડેલો છે. તેને $25 N $ ના સમક્ષિતિજ બળ વડે $10 m$ ખેંચવામાં આવે છે. પદાર્થેં મેળવેલી ગતિઊર્જા .....$J$ છે. ($g = 10 ms^{-2} $ લો.)
$0.4\, kg$ દળવાળા એક પદાર્થને શિરોલંબ વર્તુળાકારે $2$ ભ્રમણ/સેકન્ડ થી ફેરવવામાં આવે છે. વર્તુળની ત્રિજ્યા $2\, m$ છે તો જ્યારે પદાર્થ વર્તુળના ટોચ ના સ્થાને હોય ત્યારે દોરીમાં રહેલ તણાવ ......... $N$ થાય.
$0.5\; kg$ નો એક પદાર્થ સીધી રેખામાં વેગ $v=a x^{3 / 2}$ થી જાય (મુસાફરી કરે) છે, જ્યાં $a=5\; m ^{-1 / 2} s ^{-1}$.તેના $x=0$ થી $x=2\; m $ સ્થાનાંતર દરમિયાન પરિણામી બળ વડે કેટલું કાર્ય થયું હશે?
$10,000 $ દળની એક ટ્રક $1m$ ઢાળ અને $50 m$ ઉંચાઈ વાળા ઢોળાવના સમતલ પર ચઢાણ કરી રહી છે. જેની ઝડપ $36 km/hr $ છે. એન્જિનનો પાવર.....$kW$ શોધો.($g = 10 m/s^2$)
$100 gm $ અને $250 gm$ દળના બે દડાઓ $A$ અને $B$ અવગણ્યદળ વાળી તાણેલી (ખેંચેલી) સ્પ્રિંગ વડે જોડેલા છે અને જે લીસા ટેબલ પર મૂકેલા છે. જ્યારે બંને દડાઓને એક સાથે છોડવામાં આવે જેમાં $B$ દડાનો પ્રારંભિક પ્રવેગ $10 cm/sec^2$ પશ્ચિમ દિશામાં લાગે છે. $A $ દડા ના પ્રારંભિક પ્રવેગનું મૂલ્ય અને દિશા શોધો.
$100 g $ દળનો એક કણ ઉર્ધ્વ શિરોલંબ દિશામાં $5 m/s$ ની ઝડપી ફેંકવામાં આવે છે. કણ પાછો આવે તે દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય કેટલા ...$J$ હશે ?
$100 m $ લંબાઇ અને $1 m$ ઉંચાઇ ધરાવતા ઢાળ પર $30,000 kg$ નો ટ્રક $30 km/hr$ ની ઝડપથી ગતિ કરે,તો ટ્રકનો પાવર કેટલા .......... $kW$ થશે? $( g = 10m{s^{ - 1}}) $
$10 cm$ લંબાઈની એક હલકી સ્પ્રિંગના છેડે જ્યારે $20 g$ દળનો પદાર્થ જોડેલો હોય ત્યારે સ્પ્રિંગ $2 cm$ જેટલી ખેંચાય છે. સ્પ્રિંગની કુલ લંબાઈ $4 cm$ થાય ત્યાં સુધી પદાર્થને લટકાવવામાં આવેલ છે. સ્પ્રિંગમાં સંગ્રહીત સ્થિતિ સ્થાપક ઊર્જા (જૂલમાં) કેટલી હશે ?
$10 kg$ નો પદાર્થ $ 10 m/s$ ના વેગથી તે જ દિશામાં $ 4 m/s $ ના વેગથીં ગતિ કરતાં $ 5 kg$ ના પદાર્થ સાથે અથડાય છે,જો સંધાત સ્યિતિસ્થાપક હોય,તો તેમના વેગ કેટલા થાય?
$10 \,kg$ દળનો એક પદાર્ચ $3 \,ms ^{-1}$ ઝડપથી ગતિ કરતો કરતો સ્થિર અવસ્થામાં રહેલાં $5 \,kg$ દળના બીજા પદાર્થ સાથે અથડામણા અનુભવે છે. પરિણામ સ્વરૂપે બંને એકબીજા સાથે ચોંટી જાય છે. સંયુક્ત દળની ગતિઊર્જા ............ $J$ હશે.
$10\, kg$ નો નળાકાર $10\, m/s$ ના વેગથી રફ સપાટી પર ગતિ કરે છે.નળાકાર અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ હોય,તો સ્થિર થતાં પહેલાં ........ $m$ અંતર કાપશે.
$10 N $ વજનનો બ્લોક $AB$ વક્ર પર સરકે છે. જેને સમક્ષિતિજમાં ખરબચડી સપાટી સાથે જોડેલો છે. ખરબચડી સપાટી અને બ્લોકનો ઘર્ષણાંક $0.20$ છે. જો બ્લોક ટ્રેક પર સમક્ષિતિજથી $1.0 m$ ઉંચાઈએથી સરકીને ખરબચડી સપાટી પર $S$ જેટલા અંતર સુધી ગતિ કરતો હોય તો $S$ ની કિંમત ગણો.......$ m$ [$g = 10 m s^{-2}$]
$1.67 \times {10^{ - 27}}kg$ દળ ધરાવતો એક ન્યૂટ્રોન ${10^8}m/s$ વેગથી ગતિ કરીને સ્થિર ડ્યુટેરોન સાથેના સંઘાત બાદ તેની સાથે ચોંટી જાય છે. જો ડ્યુટેરોન નું દળ $3.34 \times {10^{ - 27}}kg$ હોય તો બંનેના સંયોજન નો વેગ કેટલો થાય?
$16 kg$ દળનો એક બોમ્બ સ્થિર સ્થિતિએ વિસ્ફોટ પામીને બે ટુકડામાં વહેંચાય છે જેના દળો અનુક્રમે $4 kg $ અને $12 kg$ છે. $12 kg$ દળના ટકડાનો વેગ $4 ms^{-1}$ છે. બીજા દળની ગતિ ઊર્જા કેટલા ......$J$ હશે ?
$1g $ નો પદાર્થ $3\hat i - 2\hat j$ ના વેગથી તેજ દિશામાં જતા $4\hat j - 6\hat k$ વેગના $2g$ ના પદાર્થ સાથે અથડાતા બંને પદાર્થ ચોંટી જાય છે.તો તેમનો સંયુકત વેગ......$m{s^{ - 1}}$
$1 kg$ દળના બ્લોકને સમક્ષિતિજ સપાટી પર $1 m$ અંતર ખસેડવા માટે $8 N$ બળ લગાડવામાં આવે છે.પછી તેને $2m $ ઊંચાઇ પર લઇ જવામાં આવે છે.તો થતું કુલ કાર્ય....$J$
$1 kg $ દળના એક બોકસને $1m$ લંબાઈના સમક્ષિતિજ સમતલ પર લટકાવેલ છે, જેમાં $8 N$ બળને લીધે શિરોલંબ દિશામાં તેની ઉંચાઈમાં $2m$ નો વધારો થાય છે. તો થતું ચોખ્ખુ કાર્ય કેટલા .....જૂલ હશે ?
$1 \,kg$ દળવાળા એક પથ્થરને એક દોરી સાથે બાંધેલ છે અને $1 \,m$ ત્રિજ્યાવાળા એક શિરોલંબ વર્તુળનાં ફેરવામાં આવે છે. જો ઉચ્ચત્તમ બિંદુએે તણાવ $14 \,N$ હોય તો ન્યૂનતમ બિંદુએ વેગ ........... $m / s$ હશે.
$1m $ લંબાઈના એક સાદા લોલક પર $1kg$ દળનું વજન લટકાવેલ છે. તેને $10^{-2}kg$ દળની ગોળી વડે $ 2 × 10^2m/s$ . ની ઝડપે અથડાવવામાં આવે છે. ગોળી લોલક પર લગાવેલ વજનમાં ઘૂસી જાય છે. લોલક પરનું વજન જ્યારે ઝૂલા ખાઈને પાછુ ફરે તે પહેલાં તેની ઉંચાઈ ......$m$ મેળવો.
$2000 kg$ દળની એક ગાડી $1$ મિનિટમાં $30m$ અંતર સુધી એક ક્રેન દ્વારા ઉંચકવામાં આવી છે. બીજી ક્રેન આ જ ક્રિયા $2$ મિનિટમાં કરે છે. દરેક ક્રેઈનને આપવામાં આવતો પાવર અનુકમે ..... હશે.
$2000 kg$ ની લિફટ ભોંયરામાંથી સ્થિર સ્થિતિમાંથી $25m$ ઉંચાઈએ ચોથા માળે જાય છે. જ્યારે તે ચોથો માળેથી પસાર થાય ત્યારે $3 ms^{-1}$ ની ઝડપ છે. અહી અચળ ઘર્ષણ બળ $500 N $ લાગે છે. લિફટની યાંત્રિકને વડે થતું કાર્ય ....... $kJ$ ગણો.
$200gm$ અને $ 400 gm $ દળ ધરાવતા રબરના બે દડા $ A$ અને $ B$ વિરુધ્ધ દિશામાં ગતિ કરે છે.$A$ દડાનો વેગ $0.3 m/s $ છે,અથડામણ પછી બંને દડા સ્થિર થઇ જતાં હોય,તો $ B $ દડાનો વેગ કેટલા ................ $\mathrm{m} / \mathrm{s} $ થશે?
$200 \,g$ દળ ધરાવતાં કણનો, $80 \,cm$ ત્રિજ્યાવાળા શિરોલંબ વર્તુળમાં એક દળરહિત દોરીનો ઉપયોગ કરીને ફેરવવામાં આવે છે. જ્યારે દોરીએ શિરોલંબ ઉભી રેખા સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે ત્યારે કણની ઝડપ $1.5 \,ms ^{-1}$ છે. આ સ્થિતિમાં દોરીમાં ઉદભવતો તણાવ .......... $N$ હશે?
$200\, kg$ અને $300 \,kg$ ના ડબ્બા ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખેચવામાં આવે છે બંને માટે ઘર્ષણાક સરખો છે જો $200 \,kg$ નો પદાર્થ $36 \,m$ અંતર કાપી ને ઊભો રહી જાય તો $300 \,kg$ ના પદાર્થ ........ $m$ અંતર કાપ્શે.
$20 kg$ નો પદાર્થ $ 10 m/s $ ની ઝડપે ગતિ કરતો $5 kg$ ના સ્થિર પદાર્થ સાથે અથડાય છે. અથડામણ બાદ બન્ને પદાર્થ ચોંટી જાય છે. તો તેમની સંયુકત ગતિઊર્જા …… $J$ થશે.
$2 kg$ નો ટુકડો સમક્ષિતિજ તળિયે $4 m/s$ ની ઝડપે સરકે છે તે અસંકુચિત સ્પ્રિંગ સાથે અથડાય છે. તેનું ગતિક ઘર્ષણબળ $15 N$ અને સ્પ્રિંગ અચળાંક $10, 000 N/m $ છે. તો સ્પ્રિંગ કેટલા......$cm$ સંકોચન પામશે ?
$2 \,kg$ દળ ધરાવતો એક કણ એ સીધી રેખામાં $v=a \sqrt{x}$ વેગ સાથે ગતિ કરે છે જ્યાં $a$ એક અચળાંક છે. કણ ના $x=0$ થી $x=4 \,m$ જેટલાં સ્થાનાંતર દરમિયાન ચોખ્ખા (પરિણામી) બળ વડે થયેલ કાર્ય છે...
$2 kg $ દળના બે સમાન બોલ એકબીજા સાથે $5 m/s$ ના વેગથી ગતિ કરે છે. તે એકબીજા સાથે અથડાઈને અડકીને પાછા સ્થિર સ્થિતિએ આવે છે તો આંતરકી બળ દ્વારા થતું કાર્ય કેટલા......$J$ હશે ?
$2 kg $ દળનો એક ટુકડો $x -$ અક્ષ સાથે મુક્ત રીતે ગતિ કરે છે. તે $t = 0$ સ્થાનેથી સ્થિર સ્થિતિએ છે. તે સમય બળ આધારિત આલેખની $x -$ દિશામાં ગોઠવાયેલો છે. બળ $F(t)$ સમય $t$ સાથે બદલાય છે જે આકૃતિમાં દર્શાવ્યું છે. $4.5$ સેકન્ડ પછી ટુકડાની ગતિ કેટલા ...$J$ હશે ?
$2 kg$ દળનો એક પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જેનો ઢાળ $8m$ અને ઉંચાઈ $1m $ હોય તેવા સમતલ પર સ્થિર સ્થિતિ એ છે ઘર્ષણ ગુમાંક $0.2$ હોય તો પદાર્થને ન્યૂનત્તમ બિંદુએથી મહત્તમ બિંદુએ પહોંચતા થતું કાર્ય કેટલા ....$J$ હશે ?
$2 kg $ દળનો એક સીસાનો દડો સ્થિર સ્થિતિ એ રહેલા $3 kg$ દળના દડા સાથે $1.5 ms^{-1 } $ ના વેગથી અથડાય છે. જો પહેલા દડાની ગતિની વાસ્તવિક દિશામાં અથડામણ થયા પછી બીજો દડો $1 ms^{-1 } $ ના વેગથી ગતિ કરે છે. . $ KE = $ …$J$
$2 kg$ દળનો પદાર્થ $ 10 m/s $ વેગથી પૂર્વ દિશામાં અને સમાન દળ ધરાવતો પદાર્થ સમાન વેગથી દક્ષિણ દિશામાં ગતિ કરે છે.બંને અથડાતા બંને પદાર્થનો સંયુકત વેગ કેટલો થશે?
$2kg $ નો પદાર્થ $3 m/sec$ ના વેગથી વિરુધ્ધ દિશામાં આવતા $ 4 m/s$ ના $1 kg $ ના પદાર્થ સાથે અથડાતા બંને પદાર્થ ચોંટી જાય છે.તો તેમનો સંયુકત વેગ કેટલો થાય?
$2 \,ms ^{-1}$ વેગ સાથે ગતિ કરતો $80 \,kg$ દળવાળો પદાર્થે $4 \,ms ^{-1}$ વેગ સાથે ગતિ કરી રહેલા $20 \,kg$ દળવાળા બીજા પદાર્થ સાથે અથડામણ અનુભવે છે. ધારો કે અથડામણએે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હોય. તો ઉર્જામાં થતો વ્યય શોધો.
$2 m$ લંબાઈની એક સમાન સાંકળને ટેબલ પર એવી રીતે મૂકેલી છે કે જેથી તે ટેબલની કીનારી (ધાર)થી $60 cm$ જેટલી મુક્ત રીતે લટકેલી રહે. સાંકળનું કુલ દળ $4 kg$ છે. ટેબલ પરથી સાંકળને સંપૂર્ણ રીતે ઉંચકવા માટે થતું કાર્ય કેટલા .....$J$ હશે ?
$40 kg $દળનું એક સ્કૂટર $4 m/s$ ના વેગથી $60 kg$ દળ ધરાવતા અને $2 m/s$ ના વેગથી ગતિ કરતા બીજા સ્કૂટર સાથે અથડાય છે. અથડામણ પછી બંને સ્કૂટરો અડકેલા રહે છે તો ગતિઊર્જામાં થતો વ્યય.....$J$ શોધો.
$4m$ લંબાઈ અને $20kg$ દળનો એક સળિયો જમીન પર સમક્ષિતિજ રીતે પડેલો છે. તેને શિરોલંંબ રીતે એવી રીતે રાખવામાં આવે કે તેનો એક છેડો જમીન સાથે અડકેલો રહે તો થતું કાર્ય......$J$ શોધો.
$5 kg $ દળ ધરાવતો એક પદાર્થ $10 kg-m/s$ ના વેગમાનથી ગતિ કરે છે. જો તેની ગતિની દિશામાં તેના પર $10$ સેકન્ડ માટે $0.2 N $ જેટલુ બળ લાગે તો તેની ગતિ ઊર્જામાં થતો વધારો કેટલા.....$ Joule$ ?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*