Explore our large set of questions to practice for your standard seamlessly
1
એક સ્પ્રિંગ સાથે જોડેલા અને સરળ આવર્તગતિ કરતા પદાર્થના સ્થાનાંતરનું સમીકરણ $x =2 \times 10^{-2} \cos \pi t$ મીટર છે. પ્રથમ વખત મહત્તમ ઝડપ પ્રાપ્ત કરવા કેટલો સમય ($sec$ માં) લાગશે?
સ્પ્રિંગ અચળાંકો $k _{1}$ અને $k _{2}$ ધરાવતી બે સ્પ્રિંગો એક દળ $m$ સાથે જોડી છે. આ દળનાં દોલનોની આવૃતિ $f$ છે. જો $k _{1}$ અને $k _{2}$ નાં મૂલ્યો ચાર ગણા કરવામાં આવે, તો દોલનોની આવૃત્તિ કેટલી થશે?
$M$ અને $N$ સમાન દળના પદાર્થને અનુક્રમે $k_1$ અને $k_2$ બળ અચળાંક ધરાવતી દળરહિત સ્પ્રિંગ પર લટકાવેલ છે. જો દોલનો દરમિયાન તેમના મહત્તમ વેગ સમાન હોય, તો કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?
પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે. સ્થિતિઉર્જા $(P.E.)$, ગતિઉર્જા $(K.E.)$ અને કુલઉર્જા $(T.E.)$ સ્થાનતર $x$ ના વિધેય સ્વરૂપે માપવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
અવગણ્ય દળ ધરાવતી સ્પ્રિંગ સાથે $M$ દળ લટકાવેલ છે. જ્યારે તેને ખોદુક ખેચીને મુક્ત કરવામાં આવે ત્યારે તે $T$ આવર્તકાળવાળી સરળ આવર્તગતિ કરે છે.જો દળમાં $m$ નો વઘારો કરવામાં આવે છે, તો આવર્તકાળ $ \frac{{5T}}{3} $ થાય છે,તો $ \frac{m}{M} $નો ગુણોત્તર કેટલો હશે?
સરળ આવર્ત ગતિ કરતાં સાદા લોલકનો આવર્તકાળ $T$ છે. જો લોલકની લંબાઇમાં $21\%$ નો વધારો કરવામાં આવે તો વધારેલી લંબાઈના લોલકનાં આવર્તકાળમાં કેટલો વધારો ($\%$) થાય?
$27^{\circ}\,C$ પર વાયુથી ભરેલી ઓર્ગન પાઇપ તેના મૂળભૂત અવસ્થામાં $400\,Hz$ સાથે અનુનાદિત થાય છે. જો તે સમાન વાયુ $90^{\circ}\,C$ પર ભરેલ હોય, તો સમાન અવસ્થામાં પર અનુનાદિત આવૃતિ $...........\,Hz$ હશે.
એક ગિટારમાં સમાન દ્રવ્યના બનેલા બે તારો $A$ અને $B$ જરાક અસમ સ્વરિત છે અને તે $6\, Hz$ આવૃતિનો સ્પંદ ઉત્પન્ન કરે છે જ્યારે $B$ માં તણાવને જરાક ઘટાડવામાં આવે છે, આ સ્પંદની આવૃતિ વધીને $7 \,Hz$ થાય છે જો $A$ ની આવૃતિ $530\, Hz$ હોય તો $B$ ની મૂળ આવૃતિ $.........Hz$ હશે
એક સંગીત સાધનમાં તારની લંબાઇ $90 \;cm$ અને મૂળભૂત આવૃતિ $120 \;Hz$ છે તો આ તારને .............. $cm$ સુધી દબાવવું જોઈએ કે જેથી તે $180 \;Hz$ જેટલી મૂળભૂત આવૃતિ ઉત્પન્ન કરે.
એક સ્વરકાંટાની આવૃતિ $800 \;{Hz}$ છે જે ઉપરથી ખુલ્લુ અને નીચેથી બંધ પાણી ભરેલી નળી સાથે અનુનાદિત થાય છે. ક્રમિક અનુનાદ $9.75 \;{cm}, 31.25\;{cm}$ અને $52.75\; {cm} $ લંબાઈ પર જોવા મળે છે. હવામાં ધ્વનિની ઝડપ કેટલા .....$m/s$ હશે?
એક કાંચની નળીમાં એક ધ્વનિ-ચિપીયો અનુનાદ ઉત્પન્ન કરે છે. ચલિત પિસ્ટન દ્વારા આ નળીમાં હવાના સ્તંભની લંબાઇ ગોઠવી શકાય છે. $27^o C$ ઓરડાના તાપમાને બે ક્રમિક અનુનાદો $ 20\; cm $ અને $73\; cm$ સ્તંભ લંબાઇ પર ઉત્પન્ન થાય છે. આ ધ્વનિ-ચિપીયાની આવૃત્તિ $320\; Hz$ છે,તો વાયુમાં $ 27^o C $ પર ધ્વનિનો વેગ ($m/s$ માં) છે.
એક ખુલ્લી નળીની મૂળભૂત આવૃત્તિ કોઈ એક બંધ નળીના ત્રીજા હાર્મોનિક ના બરાબર છે. જો બંધ નળીની લંબાઇ $20\;cm$ છે, તો ખુલ્લી નળીની લંબાઈ ($cm$ માં) કેટલી હશે?
એકબીજા તરફ $22\, m s^{-1}$ અને $16.5 \, m s^{-1}$ ના વેગથી કાર ગતિ કરે છે. પહેલી કારનો ડ્રાઇવર $400\; Hz$ આવૃત્તિનો હોર્ન વગાડે છે. બીજી કારના ડ્રાઇવરને સંભળાતી આવૃત્તિ ($Hz$ માં)કેટલી હશે? (હવામાં ધ્વનિનો વેગ $340 m/s$ છે.)
નકકર ધાતુના ભોયતયિળા પર $ 1\; m $ લંબાઇનો એક ધાતુનો સળિયો એકદમ શિરોલંબ છોડવામાં આવે છે.ઓસિલોસ્કોપ વડે એ શોધવામાં આવ્યું કે અથડામણ $1.2 \;kHz$ આવૃતિના સંગત તરંગ ઉત્પન્ન કરે છે. આ ધાતુના સળિયામાં ધ્વનિની ઝડપ ($m/s$ માં) કેટલી હશે?
$800 \;Hz$ આવૃત્તિના ધ્વનિ ઉત્પન્ન કરનાર સાયરન કોઇ શ્રોતાથી દૂર એક ઊંચી ટેકરી તરફ $ 15 \;ms^{-1} $ ના વેગથી ગતિ કરે છે. તો ટેકરીથી પરાવર્તિત પ્રતિધ્વનિ (પડધા) સ્વરૂપે એક શ્રોતાને કેટલી આવૃત્તિવાળો ($Hz$ માં) ધ્વનિ સંભળાશે? (હવામાં ધ્વનિનો વેગ $330\;ms^{-1}$ લો.)
$m_1$ દ્રવ્યમાન અને $ L$ લંબાઇની સમાન આડછેદવાળી દોરીને દઢ આધાર પરથી શિરોલંબ લટકાવેલ છે. આ દોરીને મુકત છેડે $m_2 $ દ્રવ્યમાનનો બ્લોક જોડેલો છે. દોરીના મુકત છેડા પર $\lambda_1 $ તરંગલંબાઇવાળા લંબગત સ્પંદ ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે તે દોરીના ઉપરના છેડે પહોંચે તેમાં સ્પંદની તરંગલંબાઈ $\lambda_2$ થાય છે. $\frac{{{\lambda _2}}}{{{\lambda _1}}}$ નો ગુણોત્તર કેટલો થાય?
એક છેડે બંધ તથા બીજા છેડે ખુલ્લી પાઇપમાં હવાનો સ્તંભ સ્વરકાંટા સાથે અનુનાદ કરે છે, જયારે વાયુ સ્તંભની ઓછામાં ઓછી લંબાઈ $50\; cm$ છે. આ સ્વરકાંટાની સાથે અનુનાદ કરવાવાળી આગળની મોટી લંબાઈ ($cm$ માં) કેટલી હશે?
સમાન કંપવિસ્તાર ધરાવતા ત્રણ ધ્વનિ તરંગોની આવૃત્તિઓ અનુક્રમે $ (n-1), $ $n$ અને $(n+1) $ છે. તેઓના સંપાતીકરણના લીધે સ્પંદ ઉત્પન્ન થાય છે. એક સેકન્ડમાં ઉત્પન્ન થતાં સ્પંદોની સંખ્યા કેટલી હશે?
$100 \,cm$ લંબાઈનો એક એલ્યુમિનિયમનો સળિયો તેના મધ્યબિંદુુએ પકડવામાં આવ્યો છે અને તેમાં લંબગત દોલન કરવામાં આવે છે. સળિયાને તેની મુળભુત આવૃતિએ દોલિત થવા દેવામાં આવે છે. એલ્યુમિનિયમની ઘનતા $2600 \,kg / m ^3$ અને યંગનો મોડ્યુલસ $7.8 \times 10^{10} \,N / m ^2$ છે. ઉત્પન્ન થતા અવાજની આવૃતિ ............. $Hz$ હોય.
$108 km/hr$ ની ઝડપથી ગતિ કરતી બે ટ્રેન એકબીજાને ક્રોસ કરે છે, એક ટ્રેન $750 Hz$ નો હોર્ન વગાડતાં, ટ્રેન ક્રોસ થયા પછી બીજી ટ્રેનમાં રહેલ માણસને કેટલી ... $Hz$ આવૃત્તિ સંભળાશે? (હવામાં ધ્વનિનો વેગ $330 m/s$ છે.)
$10$ સ્વરકાંટાને આવૃતિના ચઢતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા છે કે જેથી કોઈપણ બે અનુક્રમિત સ્વરકાંટા પ્રતિ સેકન્ડ $4$ સ્પંદ ઉત્પન કરે છે. મહત્તમ આવૃતિ લઘુત્તમ આવૃતિ કરતાં બમણી છે. તો શક્ય મહત્તમ અને લઘુત્તમ આવૃતિ ($Hz$ માં) કેટલી છે.
$10$ સ્વરકાંટાને શ્રેણીમાં ગોઠવવામાં આવ્યા છે. દરેક સ્વરકાંટો તેના પહેલાના સ્વરકાંટા સાથે $4$ સ્પંદ ઉત્પન્ન કરે છે.છેલ્લા સ્વરકાંટાની આવૃતિ પહેલા કરતાં બમણી છે.તો છેલ્લા અને પહેલા સ્વરકાંટાની આવૃતિ કેટલી થાય?
$16$ સ્વરકાંટાને શ્રેણીમાં ગોઠવવામાં આવ્યા છે. દરેક સ્વરકાંટો તેના પહેલાના સ્વરકાંટા સાથે $ 8$ સ્પંદ ઉત્પન્ન કરે છે.છેલ્લા સ્વરકાંટાની આવૃતિ પહેલા કરતાં બમણી છે.તો પહેલા સ્વરકાંટાની આવૃતિ કેટલી થાય?
$1$ મીટર લંબાઈનો તાર નિશ્ચિત પ્રારંભિક તણાવ હેઠળ $256 \,Hz$ મુળભુત આવૃતિનો અવાજ છોડે છે. જો તણાવ $1 \,kg$ વજનથી વધારવામાં આવે તો મુળભુત આવૃતિ $320 \,Hz$ થાય છે. તો પ્રારંભિક તણાવ ............... $kg \,wt$ હોય.
$20$ સેમી લંબાઈના તારવાળા સોનોમીટર સાથે એક સ્વરકાંટો પ્રતિ સેકન્ડ $5$ સ્પંદ ઉત્પન્ન કરે છે. જો તારની લંબાઈ $21$ સેમી કરવામાં આવે તો સ્પંદની આવૃતિ બદલાતી નથી. તો સ્વરકાંટાની આવૃતિ .......... $Hz$ હોવી જોઈએ.
$220\, ms^{-1}$ વેગથી ટ્રેન સ્થિર વસ્તુ તરફ ગતિ કરે છે. તેને ઉત્પન્ન કરેલ $1000\, Hz$ ની આવૃતિ વસ્તુ દ્વારા પરાવર્તન થઈને ટ્રેનના ડ્રાઇવરને સંભળાતી આવૃતિ($ Hz$ માં) કેટલી હશે?
$32 \,N$ ના મહત્તમ તણાવ સાથે એક એકરૂપ દોરો સ્વરકાંટા સાથે અનુનાદ કરે છે. હવે તેના એક છેડેથી ચોથા ભાગની લંબાઈ સુધીના બિંદુએે એક ફાચર મુકી તેને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. તો સમાન આવૃતિએે અનુનાદ કરવા માટે દોરી માટે તણાવનું મહત્તમ મુલ્ય ......... $N$ હોવું જોઈએ.
$380$ અને $384 Hz$ આવૃત્તિ ધરાવતા સ્વરકાંટાને સાાથે કંપન કરાવતા $4$ સ્પંદ ઉત્પન્ન થાય છે. મહત્તમ અવાજ સંભળાયા પછી કેટલા ... $\sec$ સમયે લઘુત્તમ અવાજ સંભળાય?
$41$ સ્વરકાંટાને આવૃત્તિના ચડતા ક્રમમાં મૂકેલા છે, દરેક સ્વરકાંટો તેના પછીના સ્વરકાંટા સાથે $5 \,beat/sec$ સ્પંદ ઉત્પન્ન કરે છે, જો છેલ્લા સ્વરકાંટાની આવૃત્તિ પ્રથમ સ્વરકાંટા કરતાં બમણી હોય,તો પ્રથમ અને છેલ્લા સ્વરકાંટાની આવૃત્તિ કેટલી થશે?
$41$ સ્વરકાંટાને શ્રેણીમાં ગોઠવવામાં આવ્યા છે. દરેક સ્વરકાંટો તેના પહેલાના સ્વરકાંટા સાથે $5 $ સ્પંદ ઉત્પન્ન કરે છે.છેલ્લા સ્વરકાંટાની આવૃતિ પહેલા કરતાં બમણી છે. તો પહેલા અને છેલ્લા સ્વરકાંટાની આવૃતિ કેટલી થાય?
$50\, cm$ અને $50.5\, cm$ ની સમાન ઓપન પાઇપને ધ્વનિત કરાવવામાં આવે ત્યારે પ્રતિ સેકન્ડે $3$ સ્પંદ સંભળાય છે. તો હવામાં ધ્વનિની ઝડપ($m/s$ માં) કેટલી હશે?
$A_0$ અને $xA_0$ કંપવિસ્તારવાળા બે તરંગો એક વિસ્તારમાંથી પસાર થાય છે. જો $x > 1$, હોય, તો શક્ય મહત્તમ અને લઘુત્તમ પરિણામી કંપવિસ્તારનો તફાવત કેટલો હોય.
$A$ અને $B$ બે સ્વરકાંટાને એક સાથે અવાજકરાવતા પ્રતિ સેકન્ડ $6$ સ્પંદ આવે છે. જ્યારે એક બાજુથી બંધ હવા સ્તંભ દ્વારા બે સ્વરકાંટાને $24\,cm$ અને $25\,cm$ ના હવા સ્તંભ સાથે અનુનાદ કરાવવામાં આવે છે. તો સ્વરકાંટાની આવૃતિ ગણો.
$f$ આવૃતિવાળી સિસોટી $S$ એ $R$ ત્રિજ્યાના વર્તુળ પર અચળ ઝડપ $v$ થી ભ્રમણ કરે છે. તો કેન્દ્રથી $2R$ અંતરે રહેલા સ્થિર ડિટેક્ટર $D$દ્વારા મપાતી મહતમ અને લઘુત્તમ આવૃતિનો ગુણોત્તર કેટલો થાય?
$f$ આવૃત્તિવાળો ઉદ્ગમ અને અવલોકનકાર એકબીજા તરફ $\frac{1}{10} V$ ના વેગથી ગતિ કરે છે, તો અવલોકનકારને કેટલી આવૃત્તિ સંભળાતી હશે?(હવામાં ધ્વનિનો વેગ $V\, m/s$ છે.)
$T$ તણાવ હેઠળ રહેલી $50\; cm$ લંબાઈની દોરી, $392 \;Hz$ આવૃતિનો સ્વરકાંટો અનુનાદ થાય છે. જો દોરીની લંબાઈ $2 \%$ ઘટાડવામાં આવે, અને તણાવ અચળ રાખવામાં આવે તો, જ્યારે દોરી અને સ્વરકાંટો સાથે સાથે કંપન કરે ત્યારે સ્પંદની સંખ્યા કેટલી થાય?
અનુનાદિત નળી પ્રથમ વાર $16cm$ અને બીજી વાર $49cm$ એ સ્વરકાંટા સાયે અનુનાદિત થાય છે.તો સ્વરકાંટાની આવૃત્તિ કેટલી થાય? (હવામાં ધ્વનિનો વેગ $330 m/s$ છે.)
ઊંડા કુવામાં લોખંડનો બ્લોક છોડવામાં આવે છે. પાણીનો અવાજ $4.23 \,s$ પછી સંભળાય છે. જો કુવાની ઉંડાઈ $78.4 \,m$ હોય તો હવામાં અવાજની ઝડપ .............. $m / s$ હોય. $\left(g=9.8 \,m / s ^2\right)$
એક અનુનાદ નળીમાં બે અનુક્રમિત જગ્યાઓના સ્થાન $15 \,cm$ અને $48 \,cm$ અંતરે છે. જો સ્વરકાંટાની આવૃતિ $500 \,cps$ હોય તો અવાજની ઝડપ ........... $m/s$ હોય.
એક અવાજનો સ્રોત જે અચળ આવૃતિનો અવાજ ઉત્સર્જિત કરે છે તે અચળ વેગથી ગતિ કરીને સ્થિર અવલોકન કારને ક્રોસ કરે છે. અવલોકનકાર દ્વારા સંભળાયેલ આવૃત્તિ $(n)$ ને સમય $(t)$ સામે રાખેલ છે. નીચેનામાંથી કયો ગ્રાફ સાચું વર્ણન કરે છે.?
એક ખીણમાં લટકતો પુલ બાંધવાનો છે. જ્યાં દર $5$ સેકન્ડે પવન ફુકાય છે. પુલના કોઈ નાના ભાગ પર લંબગત તરંગની ઝડપ $400\, m / s$ આંકવામાં આવી છે. પુલની ............. $m$ લંબાઈ માટે પુલ પર તેની મૂળભુત આવૃતિએ અનુનાદીય ગતિનો ખતરો વધારે હશે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*