Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પાતળો તાર જેની લંબાઈ $l$ અને દળ $M$ છે તેને વાળીને અડધું વર્તુળ બનાવવામાં આવે છે. તો તારના છેડાઓ પાસેથી પસાર થતી અક્ષ ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય ?
પાતળી ધાતુની તકતીમાંથી $ R$ ત્રિજ્યાનું વર્તૂળાકાર કાપી નાંખેલ છે. $R/2$ ત્રિજ્યાનું છિદ્ર આ વર્તૂળમાંથી કરવામાં આવે છે. આ રીતે વર્તૂળની રીમને સ્પર્શેં છે. તેનું મૂળ કાપ્યા વગરના ભાગના દ્રવ્યમાન કેન્દ્રથી અંતર શોધો.
$60 \,kg$ દળનો એક માણસ $140 \,kg$ દળ ની એક બોટ પર ઊભો છે કે જે શાંત પાણી માં સ્થિર સ્થિતિમાં છે. તે વ્યક્તિ કાંઠા થી $20\,m$ દૂર છે. તે માણસ કાંઠા તરફ $1.5 \,m / s$ ની અચળ ઝડપે $4 \,s$ સુધી ચાલવાનું શરુ કરે છે. તેનું કાંઠા થી અંતિમ અંતર .............. $m$ હશે.
$2 \mathrm{~kg}$ દળ અને $30 \mathrm{~cm}$ લંબાઈ ધરાવતા એક સમાન $\mathrm{AB}$ સળિયાને એક લીસી સમક્ષિતિજ સપાટી ઉપર વિરામ સ્થિતિમાં રાખવામાં આવે છે. $B$ છેડા ઉપર $0.2$ N.S જેટલો આવેગ લગાવામાં આવે છે. સળિયાને કાટકોણે ભ્રમણ કરાવવા માટે લાગતો સમય $\frac{\pi}{x} s$ છે,જ્યાં$x=$__________છે.
એક સમચોરસ પ્લેટ $abcd$ $1 \,kg$ દળ ધરાવે છે. જો નીચે દર્શાવ્યા પ્રમાણે $b$ અને $c$ ખૂણા પર દરેકનું દળ $20 \,g$ હોય તેવા બે બિંદુ દળો મુક્વામાં આવે તો દ્રવ્યમાન કેન્દ્ર કઈ રેખા પર ખસશે?
$a$ બાજુવાળો એક સમઘન નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સમક્ષિતિજ સમતલ પર $v$ વેગથી ગતિ કરે છે તે $O$ બિંદુ આગળ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ઊપસેલી સપાટી પાસેથી પસાર થાય તો $O$ બિંદુ પછી તેનો કોણીય વેગ કેટલો થાય ?