Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સરળ આવર્ત ગતિ કરતા એક કણનું સમય આધારિત સ્થાનાંતર $x(t)\, = \,A\,\sin \,\frac{{\pi t}}{{90}}$ વડે આપવામાં આવે છે. $t=210\,s$ પર આ કણ માટે ગતિઊર્જાથી સ્થિતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?
એક જ રેખા પર સરળ આવર્તગતિ કરતાં બે કણોના સ્થાનાંતર માટે $y_1=a \sin \left(\frac{\pi}{2} t+\phi\right)$ અને $y_2=b \sin \left(\frac{2 \pi}{3} t+\phi\right)$ સમીકરણ વપરાય છે. $t=1 \,s$ સમયે તેમની કળા વચ્ચેનો તફાવત કેટલો થશે ?
દળ $m$ ને સ્પ્રિંગના નીચલા છેડાથી બાંધેલો છે જેનો ઉપરનો છેડો જડિત છે. સ્પ્રિંગનું દળ અવગણ્ય છે. જ્યારે $m$ દળને સહેજ ખેંચવામાં આવે અને છોડવામાં આવે છે, ત્યારે તે $3$ સેકન્ડના આવર્તકાળથી દોલનો કરે છે. જ્યારે દળ $m$ માં $1\; kg$ નો વધારો થાય, તો દોલનનો આવર્તકાળ $5\; s$ થાય છે. $m$ નું મૂલ્ય $kg$ માં કેટલું હશે?
$1 \,m $ લંબાઈવાળું એક સાદુ લોલક $10 \,rad/s$ કોણીય આવૃત્તિથી દોલન કરે છે. લોલકનો આધાર $1 \,rad/s$ જેટલી નાની કોણીય આવૃત્તિ અને $10^{-2}\, m$ જેટલા કંપવિસ્તારથી ઉપર નીચે દોલન કરવાનું શરૂ કરે છે. લોલકની કોણીય આવૃત્તિમાં થતા સાપેક્ષ ફેરફારને _______ દ્વારા સચોટ રીતે દર્શાવી શકાય
$0.1\, kg$ દળના બ્લોકને $640\, Nm^{-1}$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડેલ છે. જે $10^{-2}\, kg\,s^{-1}$ ના અવમંદિત અચળાંક ધરાવતા માધ્યમમાં દોલનો કરે છે.તંત્ર સમાન રીતે ઉર્જા ગુમાવે છે.તંત્રની યાંત્રિક ઉર્જા શરૂઆત કરતાં અડધી થતાં કેટલો સમય($s$ માં) લાગશે?
એક કણ સુરેખ પથ પર સરળ આવર્તગતિ કરે છે. તેનો કંપવિસ્તાર $2 \,cm$ છે. જ્યારે મધ્યબિંદુ તેનું અંતર $1 \,cm$ અને વેગ અને પ્રવેગનાં મુલ્યો સરખા હોય તો તેનો આવર્તકાળ શોધો.
જેના એક તરફના મહત્તમ સ્થાનાંતારથી બધાં અંતર માપવામાં આવે અને બીજી તરફથી સમય શુન્ય ગણવામાં આવે તેવી $A$ કંપવિસ્તાર અને $\omega$ જેટલી કોણીય આવૃત્તિ ધરાવતી સરળ આવર્તગતિનું સમીકરણ ક્યું થશે ?