Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$I$ બાજુનું યોરસ ફ્રેમ વિદ્યુતપ્રવાહ $i$ ધરાવે છે. તેના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર $B$ છે. ચોરસની પરિમિતિ જેટલી જ પરિમિતિ ધરાવતા વર્તુળાકાર ગુંચળામાંથી સમાન વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. વર્તુળાકાર ગૂંચળા કેન્દ્ર પાસે ક્ષેત્ર $B^{\prime}$ છે,તો $\frac{B}{B^{\prime}}$ નો ગુણોતર કેટલો થાય?
$N$ આંટા અને $R$ ત્રિજ્યા ધરાવતા હેલ્મહોલ્ટ્જ ગુચળાની જોડ આપેલ છે. તે એક બીજાથી $R$ અંતરે છે.અને તેમાંથી સમાન પ્રવાહ $I$ સમાન દિશામાં વહે છે. તો કેન્દ્ર $A$ અને $C$ ને જોડતી રેખા પરના મધ્યમાં રહેલ બિંદુ $P$ આગળ ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલું મળે?
આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં ઉપર અને નીચે તાર અને જમણી અને ડાબી બાજુએ સમાન સ્પ્રિંગ છે. નીચેના તારનું દળ $10\, g$ અને લંબાઈ $5\, cm$ છે. તારના વજનને કારણે સ્પ્રિંગ $0.5\, cm$ જેટલી ખેંચાઇ છે. અને પરિપથનો કુલ અવરોધ $12\, \Omega $ છે. જ્યારે નીચેના તાર પર અચળ ચુંબકીય ક્ષેત્ર લગાવવામાં આવે ત્યારે સ્પ્રિંગ $0.3\, cm$જેટલી વધારે ખેંચાઇ છે. તો લગાવેલ ચુંબકીયક્ષેત્ર કેટલું હશે?
એક ગેલ્વેનોમીટરમાં $50$ કાંપા છે.બેટરીનો આંતરિક અવરોધ શૂન્ય છે. જ્યારે $R = 2400\,\Omega $ જોડેલો હોય ત્યારે ગેલ્વેનોમીટર $40$ કાંપા જેટલું આવર્તન દર્શાવે છે. જ્યારે $R = 4900\,\Omega $ જોડેલો હોય ત્યારે ગેલ્વેનોમીટર $20$ કાંપા જેટલું આવર્તન દર્શાવે છે. તો ઉપરની માહિતી પરથી શું તારણ કાઢી શકાય?
$3.57 \times 10^{-2} \,T $ ની લંબ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાની અસર હેઠળ એક ઇલેકટ્રોન વર્તુળાકાર પથ પર ગતિ કરી રહ્યો છે. જો $\frac{e}{m}$ નું મૂલ્ય $1.76 \times 10^{11}\, C/kg $ હોય, તો ઇલેકટ્રોનના ભ્રમણની આવૃત્તિ કેટલી હશે?
$5 \mathrm{eV}$ ગતિઊર્જા ધરાવતો એક ઈલેકટ્રોન $3 \mu \mathrm{T}$ ના નિયમિત ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં ક્ષેત્રની દિશાને લંબરૂપે દાખલ થાય છે. $E$ જેટલું વિદ્યુતક્ષેત્ર વેગની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબરૂપે લગાવવામાં આવે છે. ઇલેકટ્રોન ત જ માર્ગ ઉપર ગતિ ચાલુ રાખે તે માટે જરૂરી $E$નું મૂલ્ય. . . . . . $\mathrm{NC}^{-1}$ થશે. (ઇલેકટ્રોનનું દળ = $9 \times 10^{-31} \mathrm{~kg},$ ઈલેકટ્રોનનો વિદ્યુતભાર $= 1.6 \times 10^{-19} \mathrm{C}$ આપેલ છે.)
$50\, ohm$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરમાં $25$ કાંપા છે. $4 \times 10^{-4}$ એમ્પિયર નો પ્રવાહ એક કાંપાનું આવર્તન દર્શાવે છે. આ ગેલ્વેનોમીટરને $25\, volts$ રેન્જ ધરાવતા વોલ્ટમીટરમાં ફેરવવા માટે કેટલો અવરોધ જોડાવો જોઈએ?