Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક તારને $100\,cm$ બાજુના સમભૂજ ત્રિકોણના સ્વરૂપમાં વાળવામાં આવ્યો છે અને $2\;A$ નો વિદ્યુતપ્રવાહ તેમાંથી વહે છે. તેને કાગળના સમતલની અંદર લંબ દિશામાં $2.0\,T$ પ્રેરણના ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવ્યો છે. ત્રિકોણની દરેક બાજુ પર લાગતા બળનું મૂલ્ય અને દિશા કેટલી હશે ?
બે લાંબા $8\,A$ અને $15\,A$ વીજ પ્રવાહ ધારિત સમાંતર તારને એકબીજાથી $7\,cm$ ના અંતરે રખેલ છે. બંને તારથી સમાન અંતરે બિંદુ $P$ એવી રીતે આવેલું છે કે જેથી બિંદુ $P$ ને તાર સાથે જોડતી રેખાઓ પરસ્પર લંબ થાય. તો $P$ બિંદુુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય $............\times 10^{-6} T$ છે. $\left(\sqrt{2}=1.4\right)$ આપેલું છે.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે લાંબા સુરેખ તાર વિરૂધ્ધ દિશામાં સમાન પ્રવાહ ધારણ કરે છે. બે તાર વચ્ચેનું અંતર $5.0 \mathrm{~cm}$ છે. તારની વચ્ચે મધ્યમાં રહેલા બિંદુ $P$ આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય_______ $\mu \mathrm{T}$છે.
(આપેલ છે : $\mu_0=4 \pi \times 10^{-7} \mathrm{TmA}^{-1}$ )
$0.12\; m $ લંબાઇ અને $0.1\; m$ પહોળાઇની તથા $50$ આંટાવાળી લંબચોરસ કોઇલને $0.2\;Wb/m^2$ ના સમાન નિયમિત ચુંબકીયક્ષેત્રમાં ઊર્ધ્વ દિશામાં લટકાવેલી છે. કોઇલમાંથી $ 2\,A$ નો પ્રવાહ વહે છે. જો ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશા સાથે $30^o $ નો ખૂણો બનાવે, તો કોઇલને સ્થાયી સમતોલનમાં રાખવા માટે કેટલા ટોર્કની ($N-m$ માં) જરૂર પડે?
એક વિદ્યુતભાર $Q$ એ ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{ B }$ માં $\overrightarrow{d l}$ જેટલું અંતર કાપે (ગતિ કરે) છે. $\overrightarrow{ B }$ દ્વારા થતું કાર્ય શોધો :
આકૃતિમાં બે ત્રિજ્યાવર્તી રેખાથી જોડેલ બે વર્તુળાકાર ચાપ ધરાવતો એક પ્રવાહ લૂપ દર્શાવેલ છે. તેમાંથી $10\ A$ પ્રવાહ પસાર થાય છે. બિંદુ $O$ આગળ ચુંબકીયક્ષેત્ર _____ ની નજીક હશે.