Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
હવામાં સીસાા (લીડ) ગઠ્ઠાને વહન કરતી વખતે એક સ્પ્રિંગ બેલેન્સ $200 \,gF$ વાંચે છે. જો હવે સિસાને ખારા પાણીના દ્રાવણમાં તેના અડધા કદ જેટલું ડૂબાડવામાં આવે, તો સ્પિંગ બેલેન્સનું નવું વાંચન ......... $gF$ હશે ? સિસા (લીડ) અને ખારા પાણીનું વિશિષ્ટ ગુરુત્વ અનુક્રમે $11.4$ અને $1.1$ છે.
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $0.20\,m ^2$ ના બેઝ (તળીયા) નું ક્ષેત્રફળ ધરાવતા એક ધાતુના ચોસલાને ટેબલ ઉપર મૂકવામાં આવેલ છે. એક $0.25\,mm$ ની પ્રવાહીની કપોટીને બ્લોક (ચોસલું) અને ટેબલની વચ્યે દાખલ કરવામાં આવે છે. બલોકને $0.1\,N$ ના સમક્ષિતિજ બળ વડે ખેંચવામાં આવે છે અને તે અચળ ઝડપથી ગતિ કરે છે. જો પ્રવાહીની સ્નિગ્ધતા $5.0 \times 10^{-3}\;Pa-s$ હોય તો બ્લોકની ઝડપ (લગભગ) $...........\times 10^{-3}\,m / s$ હશે.
સર્લના પ્રયોગમાં, $M\,kg$ દળ ધરાવતા ભારને, $2\, m$ લંબાઈ ધરાવતા અને $1.0\, mm$ ત્રિજ્યા ધરાવતા સ્ટીલના તાર વડે લટકાવેલ છે. તારની લંબાઈમાં થતો વધારો $4.0\, mm$ છે. હવે, ભારને સાપેક્ષ ઘનતા $2$ ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે. ભારના દ્રવ્યની સાપેક્ષ ઘનતા $8$ છે. સ્ટીલના તારની લંબાઈમાં થતી લંબાઇનો નવો વધારો ....... $mm$ થાય.