Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક લેન્સને પ્રકાશ સ્ત્રોત અને દિવાલ વચ્ચે મૂકવામાં આવે છે. આ લેન્સના બે અલગ-અલગ સ્થાનો પર દિવાલ પર $A _{1}$ અને $A _{2}$ ક્ષેત્રફળનું પ્રતિબિંબ બનાવે છે. પ્રકાશ સ્ત્રોતનું ક્ષેત્રફળ કેટલું હશે?
એક પડદાથી નિયત(fix) અંતરે વસ્તુ પડેલ છે એક પાતળા લેન્સ ના બે સ્થાન ($10\, cm$ અંતરે) માટે વસ્તુનું પડદા પર પ્રતિબિંબ મળે છે. આ લેન્સના બે સ્થાન માટે મળતા પ્રતિબિંબ $3 : 2$ના પરિમાણમાં મળે છે. તો વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર કેટલા $cm$ હશે?
$30\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સ, $120\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સ અને સમતલ અરિસાને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે. વસ્તુને બહિર્ગોળ લેન્સથી $60\,cm$ અંતરે મુકેલ છે. આ તંત્રને કારણે બનતું વાસ્તવિક પ્રતિબિંબ ક્યાં મળશે?
પ્રકાશ હવામાંથી આપેલા માધ્યમમાં હવા-માધ્યમ આંંતર પૃષ્ઠ સાથે $45^{\circ}$ ના કોણે દાખલ થાય છે. વક્રીભવન અનુભવ્યા બાદ પ્રકાશ કિરણ તેની મૂળ દિશાથી $15^{\circ}$ ના કોણે વિચલન અનુભવે છે.માધ્યમનો વક્રીભવનાંક $........$ થશે.
વ્યક્તિ માત્ર $25 \;cm$ ના અંતર સુધી સ્પષ્ટ રીતે જોઈ શકે છે. તેને $50\; cm$ અંતરે મૂકેલુ પુસ્તક વાંચવુ છે. તો આ હેતુ માટે કેવા પ્રકારનો લેન્સ જરૂરી છે અને તેના પાવર કેટલો છે?