Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કારની છત પરથી $m$ દળવાળી હલકી દોરી વડે એક $M$ દળવાળા ભારે દડાને લટકાવવામાં આવે છે $(m < < M)$.જ્યારે કાર સ્થિર હોય ત્યારે દોરી પર રચાતા લંબગત તરંગોની ઝડપ $60\ ms^{-1}$ છે. જ્યારે કાર $a$ જેટલા પ્રવેગથી પ્રવેગીત થાય છે ત્યારે તરંગ ઝડપ વધીને $60.5\ ms^{-1}$ થાય છે. ગરૂત્વીય પ્રવેગ $g $ ના પદમાં $a$ નું મૂલ્ય_____ની નજીકનું હશે
$2 \,W / m ^2$ અને $3 \,W / m ^2$ તીવ્રતાના બે ધ્વનિ તરંગો એક બિંદુુએ ભેગા થઈને $5 \,W / m ^2$ ની તીવતા ઉત્પન કરે છે. તો આ બે તરંગો વચ્ચેનો કળા તફાવત કેટલો છે.
એક વ્યક્તિ બે ગતિમાન ટ્રેનોનું નિરીક્ષણ કરે છે જેમાંની ટ્રેન $A$ સ્ટેશન પર દાખલ થાય છે જ્યારે ટ્રેન $B$ $30\,m / sec$ ની સમાન ઝડપથી સ્ટેશન પરથી નીકળે છે. જો બંને ટ્રેન $300\,Hz$ આવૃત્તિવાળો ધ્વનિ ઉત્સર્જિત કરતી હોય તો વ્યક્તિએ નોંધેલ આવૃત્તિનો અંદાજિત તફાવત $..........\,Hz$ હોય. (ધ્વનિની ઝડપ $=330\,m / sec$ )
$1$ મીટર લંબાઈનો તાર નિશ્ચિત પ્રારંભિક તણાવ હેઠળ $256 \,Hz$ મુળભુત આવૃતિનો અવાજ છોડે છે. જો તણાવ $1 \,kg$ વજનથી વધારવામાં આવે તો મુળભુત આવૃતિ $320 \,Hz$ થાય છે. તો પ્રારંભિક તણાવ ............... $kg \,wt$ હોય.
એક સબમરીનમાં રાખેલી સોનાર $(SONAR)$ પદ્ધતિ $40.0\, kHz$ પર કાર્યાન્વિત થાય છે. એક દુશ્મન સબમરીન $SONAR$ તરફ $360\, km\, h^{-1}$ ની ઝડપથી ગતિ કરી રહી છે. બીજી સબમરીનથી પરાવર્તિત થતા ધ્વનિતરંગની આવૃત્તિ કેટલી હશે ? પાણીમાં ધ્વનિની ઝડપ $1450\, m\,s^{ -1}$ લો.