Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પ્રકાશિત પદાર્થને $20\,cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા બર્હિગોળ લેન્સથી $30\,cm$ ના અંતરે મૂકવામાં આવે છે. લેન્સની બીજી બાજુના લેન્સથી કેટલા અંતરે ($ cm$ માં) મૂકતા, $10\, cm$ વક્રતાત્રિજ્યા ધરાવતા નો બર્હિગોળ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ વસ્તુ સાથે સંપાત થાય?
બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઇ જાંબલી અને લાલ પ્રકાશ માટે અનુક્રમે $f_V$ અને $f_R$ છે અને અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઇ જાંબલી અને લાલ પ્રકાશ માટે અનુક્રમે $F_V$ અને $F_R$ છે, તો .....
પદાર્થ પ્રારંભમાં સમતલ અરીસાથી $100\,\, cm$ દૂર છે. જો અરીસો પદાર્થ તરફ $10\,\, cm/s$ તરફ ગતિ કરે છે. ત્યાર બાદ $6\,\, s$ બાદ પ્રદાર્થ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર .......$cm$ હશે.
એક તરવૈયો પાણીની અંદરથી બહારની બાજુ વર્તુળાકાર ક્ષેત્રમાં જોવે છે. પાણીનો વક્રીભવનાંક $\frac{4}{3}$ અને તરવૈયાની આંખ પાણીની સપાટીથી $15\, cm$ ઊંડાઈએ છે. તો તેને બહાર દેખાતા ક્ષેત્રના વર્તુળની ત્રિજ્યા કેટલી હશે?
પ્રકાશા તરંગ સીધી રેખામાં $4$ જેટલો ડાયઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમ માંથી ગતિ કરે છે કે જે આ માધ્યમ અને હવાના સમક્ષિતિજ આંતરપૃષ્ઠ પર આપાત થાય છે. તરંગ આજ માધ્યમમાં પરાવર્તન થાય તે માટેનો આપાતકોણ કેટલો હોવો જોઈએ?
એક બિંદુવત પ્રકાશનો સ્ત્રોત $\mu = 5/3$ વક્રીભવનાંકવાળા પાણીની સપાટીથી $4 \,\,cm$ નીચે મૂકેલો છે. પાણીમાંથી બહાર આવતાં સમગ્ર પ્રકાશને રોકવા માટે કેટલા લઘુત્તમ વ્યાસની તકતી ઉદ્દગમ પર મૂકવી જોઈએ........$m$