Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
હાઇડ્રોજન અણુની લાઇમન શ્રેણીની પ્રથમ રેખાની તરંગલંબાઇ હાઇડ્રોજન જેવા આયનની બામર શ્રેણીની બીજી રેખાની તરંગલંબાઇને સમાન છે. હાઇડ્રોજન જેવા આયનનો પરમાણુ ક્રમાંક $Z$ કેટલો હશે?
$200 \,MeV / c ^{2}$ દળ ધરાવતા કણ સ્થિર હાઈડ્રોજન સાથે અથડાઇ છે.અથડામણ પછી કણ સ્થિર થઈ જાય છે અને હાઈડ્રોજન પરમાણુ પ્રથમ ઉતેજીત અવસ્થામાં જાય છે,કણની શરૂઆતની ગતિઉર્જા $\frac{ N }{4}$ $eV$ હોય તો $N=........$ (હાઈડ્રોજન પરમાણુનું દળ $\left.1\, GeV / c ^{2}\right)$
એક અણુ $500\,nm$ તરંગલંબાઈ ધરાવતા ફોટોન નું શોષણ કરીને $600\,nm$ તરંગલંબાઈ ધરાવતા એક બીજા ફોટોનનું ઉત્સર્જન કરે છે.આ પ્રક્રિયા દરમ્યાન અણુ દ્વારા શોષાતી ચોખ્ખી ઉર્જા $n \times 10^{-4}\,eV$ છે. જ્યા $n$ ની કિંમત .......... છે. (અહી અણુ એ શોષણ અને ઉત્સર્જનની પ્રક્રિયા દરમ્યાન સ્થિર રહે છે એવું ધારો.) ($h=6.6 \times 10^{-34}\,Js$ અને $c =3 \times 10^8\,m / s$ લો).
હાઇડ્રોજન જેવા પરમાણુનો પરમાણુક્રમાંક $Z$ છે,તે $2n$ મુખ્ય કવોન્ટમઆંક ધરાવતી કક્ષામાં છે,તે મહત્તમ $204\, eV$ ઊર્જા ધરાવતો ફોટોનનું ઉત્સર્જન કરે છે, તે $n$ મુખ્ય કવોન્ટમઆંક ધરાવતી કક્ષામાં સંક્રાતિ કરે,ત્યારે $40.8 \,eV$ ઊર્જા ધરાવતો ફોટોનનું ઉત્સર્જન કરે છે, તો $n=$ ______