Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ખુલ્લા નળમાંથી પાણીના ટીપા ચોક્કસ દરે આવી રહ્યા છે. પ્રથમ ટીપું પડ્યા પછી $4$ સેકન્ડે અવલોકન કરતાં તે અને તેના પછીના ટીપાં વચ્ચેનું અંતર $34.3 \,{m}$ છે. નળમાંથી ટીપાં કેટલા દરે આવી રહ્યા હશે? ($g=9.8\, {m} / {s}^{2}$ માં)
ટાવરની ટોચથી $10 \,m / s$ ની ઝડપે બોલ ઉપરની તરફ ફેકવામાં આવે છે અને તે $20 \,m / s$ ની ઝડપ સાથે જમીન પર પહોંચે છે. ટાવરની ઉંચાઈ ............ $m$ થાય? [$g = 10 \,m / s ^2$ લો]
નિયત અંતરેથી શરુ થતા ગતિ કરી રહેલા કણનો પ્રવેગ $(a)$ સમય $(t)$ નો આલેખ આકૃતિમાં દર્શાવવામાં આવ્યો છે. નીચેનામાંથી કયો આલેખ તેના સમય $(t)$ સાથે વેગ $(v)$ ની વિવિધતા શ્રેષ્ઠતાથી રજૂઆત કરે છે?
એક પેરાશૂટધારી કૂદી પડયા પછી ઘર્ષણરહિત અવસ્થામાં $50 \,m$ જેટલો નીચે આવે છે. ત્યારબાદ પેરેશૂટ ખોલતાં તે $2\, m/s^2$ ના પ્રતિપ્રવેગથી ગતિ કરે છે. તે જમીન પર $3 \,m/s$ ના વેગથી પહોંચે છે. તેણે કેટલી ઊંચાઇએથી ($m$ માં) કૂદકો માર્યો હશે?
$3\,km/hr$ ની ઝડપથી ગતિ કરતી નદીમાં,હોડી $5\, km/hr$ ની ઝડપથી ગતિ કરે છે.નદીની પહોળાઇ $1\, km $ છે.હોડીને નદીને પાર કરીને પાછા મૂળ જગ્યાએ આવતા કેટલા .......$min$ નો લઘુતમ સમય લાગશે?
બે ટ્રેન સમાન ટ્રેક પર $40 \,m/s$ ની ઝડપથી એકબીજા તરફ ગતિ કરે છે,જયારે બંને ટ્રેન $2 \,km$ અંતરે હોય,ત્યારે બંને ટ્રેનમાં એકસમાન પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરવામાં આવે છે.અથડામણ અટકાવવા માટે પ્રતિ પ્રવેગનું મૂલ્ય કેટલા.........$m/{s^2}$ હોવું જોઈએ?