Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સાદા લોલકનો આવર્તકાળ $T_1$ છે. તેના આઘારબિંદુ ને ઉપરની દિશામાં સ્થાનાંતર $y =kt^2 (k=1 m/s^2)$ મુજબ ગતિ કરાવવામાં આવે છે. હવે તેના આવર્તકાળ $T_2$ થાય છે. તો $ \frac{{T_1^2}}{{T_2^2}} $ = _____
$M$ દળ અને $R$ જેટલી ત્રિજ્યા ધરાવતી તક્તી તેના પરિઘ પરના કોઈ બિંદુ બાંધીને લટકાવેલ છે. જે ઊર્ધ્વ દિશામાં લટકાવેલ છે. તેના દોલનોનો આવર્તકાળ કેટલો થશે ?
$k$ જેટલો બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગની લંબાઈને $1:2:3 $ ના ગુણોત્તરમાં કાપવામાં આવે છે. તેમને શ્રેણીમાં જોડવામાં આવે છે અને નવો બળ અચળાંક $k’$ થાય. પછી તેમને સમાંતરમાં જોડવામાં આવે છે અને બળ અચળાંક $k’’ $ થાય છે. તો $\frac{{{k'}}}{{{k''}}}$ કેટલો થાય?
$20 \,cm$ નાં સરખા કંપવિસ્તાર, સરખા આવર્તકાળ સાથે એક જ મધ્યબિંદુ આસપાસ એક જ રેખા પર બે કણ ગતિ કરે છે. જો તેમની વચ્ચેનું મહત્તમ અંતર $20 \,cm$ હોય, તો તેમની કળાનો તફાવત કેટલા રેડિયન જેટલો થશે ?
લોખંડનો ગોળો ધરાવતું એક સાદું લોલક $T$ જેટલો આવર્તકાળ ધરાવે છે. હવે જો આ ગોળો અસ્નિગ્ધ પ્રવાહિમાં ડુબાડીને દોલનો કરાવવામાં આવે છે. જો પ્રવાહિની ઘનતા લોખંડની ઘનતાથી $\frac{1}{12}$ જેટલી હોય તો નવો આવર્તકાળ કેટલો થશે ?
નીચે આપેલ આકૃતિમાં $M = 490\,g$ દળ ધરાવતા બ્લોકને ધર્ષણરહિત ટેબલ ઉપર સમાન સ્પ્રિંગ અચળાંક $\left( K =2\,N\,m ^{-1}\right)$ ધરાવતી બે સ્પ્રિંગો સાથે જોડવામાં આવેલ છે. જો બલોક ને $X\; m$ થી સ્થાનાંતરીત કરવામાં આવે છે તો તેના દ્વારા $14\,\pi$ સેકન્ડમાં થતા પૂર્ણ દોલનોની સંખ્યા $...............$ થશે.