નીચેના પરિપથમાં વોલ્ટમિટરનો અવરોધ $10,000\, \Omega$ છે અને એમીટરનો અવરોધ $20\,\Omega$ છે. જે એમીટરનું અવલોકન $0.1\,\ amp$ છે.વોલ્ટમીટરનું અવલોકન $12$ વોલ્ટ હોય તો $R$ નું મૂલ્ય ............ $\Omega$ છે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$u$ વેગથી ઇલેકટ્રોન ઘન $x$ - દિશામાં ગતિ કરે છે,તે $y = 0$ પર $ \overrightarrow B = - {B_0}\hat k $ ચુંબકીયક્ષેત્રમાં દાખલ થાય છે.તો ચુંબકીયક્ષેત્રમાંથી બહાર આવે,ત્યારે તેનો વેગ $v$ અને $y$ - યામ કેટલા થાય?
એક વિસ્તારમાં એકબીજાને લંબરૂપે $20\; Vm ^{-1}$ જેટલું વિદ્યુતક્ષેત્ર અને $0.5\;T$ ચુંબકીયક્ષેત્ર બંને પ્રવર્તે છે. તેમાં એક ઇલેકટ્રોન બંનેને લંબરૂપે અચળ વેગથી ગતિ કરતો હોય, તો તેનો વેગ કેટલો હશે?
$100\,V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત થી પ્રવેગિત કરેલ $2\,\mu\,C$ નો વિદ્યુતભાર $4\,mT$ તીવ્રતાના સમાન ચુંબકીયક્ષેત્રમાં ક્ષેત્રને લંબ દિશામાં દાખલ થાય છે. વિદ્યુતભારીત કણ ચુંબકીય ક્ષેત્રની અંદર $3\,cm$ ત્રિજ્યાનું અર્ધવર્તુળ પૂર્ણ કરે છે. વિદ્યુતભારીત કણનું દળ $........\times 10^{-18}\,kg$ હશે.
$2000 $ આંટા અને $1.5 \times 10^{-4}\ m^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો સોલેનોઇડ $2\ A $ પ્રવાહનું વહન કરે છે. સોલેનોઇડને કેન્દ્ર પર અને તેની લંબાઈને લંબ દોરી વડે લટકાવેલ છે કે જેથી તે $5 \times 10^{-2} \;T $ ચુંબકીયક્ષેત્રમાં તેની અક્ષ સાથે $ 30^o$ ના ખૂણે સમક્ષિતિજ સમતલમાં ફરી શકે. સોલેનોઇડ પર લાગતું ટોર્ક કેટલું હશે?
$R$ ત્રિજ્યા અને વર્તુળાકાર આડછેદ ધરાવતા એક લાંબા સીધા તારમાંથી સ્થિત પ્રવાહ $I$ વહે છે. પ્રવાહ $I$ એ આ આડછેદ પર નિયમિત રીતે વહેચાયેલો છે. તો આડછેદની અંદર કેન્દ્રથી $r ( r < R )$ અંતરે નોંધાતા ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર ..........હશે.