Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે અવાહક પ્લેટોને સમાન રીતે વિદ્યુતભારીત કરેલી છે. તેમની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનો તફાવત $V _{1}- V _{2}=20\; V$ (જ્યાં પ્લેટ$-2$ વધારે સ્થિતિમાને) છે. બે પ્લેટો વચ્ચેનું અંતર $0.1\; m$ છે અને તે અનંત સુધી વિસ્તરેલી છે. પ્લેટ$-1$ ની અંદરની સપાટી પરથી એક ઈલેક્ટ્રોન સ્થિર સ્થિતિમાંથી મુક્ત થાય, તો જ્યારે તે પ્લેટ$-2$ ને અથડાય ત્યારે તેનો વેગ કેટલો હશે ?
$6\ \mu F$ ક્ષમતા વાળા કન્ડેન્સરને $100\, V$ સુધી વિદ્યુતભારીત કરેલ છે તેને બીજા $14\ \mu F$ ક્ષમતા વાળા વિદ્યુતભાર રહીત કન્ડેન્સર સાથે જોડીને છોડી દેવામાં આવે છે. તો $6\ \mu F$ અને $14\ \mu F$ વાળા કન્ડેન્સર પરના વિદ્યુતભારોનો ગુણોત્તર તથા $6\ \mu F$ પરનો વિદ્યુત સ્થીતીમાન.....
બે $q$ વિજભાર ધરાવતા બિંદુવત કણને છત સાથે નહિવત દળ ધરાવતી સમાન લંબાઇની દોરી સાથે જોડેલા છે. તે જ્યારે સમતોલનમાં આવે ત્યારે દોરી શિરોલંબ સાથે $\theta$ ખૂણો બનાવે છે.જો દરેક વિજભારિત કણનું દળ $m$ હોય તો તે બંનેને જોડતી રેખા પર વિદ્યુતસ્થિતિમાન કેટલો મળે?
આકૃતિમાં $C_1=20 \mu F , C_2=40 \mu F$ અને $C_3=50 \mu F$ દર્શાવેલ છે. જો કોઈ પણ કેપેસીટર $50 \,V$ થી વધુનું સ્થિતિમાન ધારણ કરી શકતો ન હોય તો બિંદુ $X$ અને $Y$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત મેળવો.
$27$ એકસમાન પારાના દરેક ટીપાને $10\, V$ પર જાળવી રાખવામાં આવ્યા છે. આ બધાજ ગોલીય ટીપાં સંયોજાઈને એક મોટું ટીપું રચે છે. મોટા ટીપાની સ્થિતિ ઊર્જા , એક નાના ટીપા કરતા ..... ગણી હશે.
શૂન્યાવકાશમાં $3\, cm$ તથા $1\, cm$ ત્રિજ્યાવાળા ગોળાને એકબીજાથી $10\, cm$ અંતરે રાખેલ છે જો દરેક ગોળાઓને $10\, V$ જેટલો વિદ્યુતભારીત કરવામાં આવે તો તેમની વચ્ચેનું અપાકર્ષણ બળ....
ચોરસ પ્લેટના એક સમાંતર પ્લેટ કેપેસિટરને ચાર પરાવૈદ્યુત દ્રવ્ય કે જેમના પરાવૈદ્યુતાંક $K_1, K_2,K_3, K_4$ છે. તેમનાથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ભરેલ છે. અસરકારક પરાવૈધૃતાંક $K$ _____ હશે.