Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$E_1$ અને $E_2$ $e.m.f.$ ના બે કોષોને શ્રેણીમાં જોડેલા છે.અને પોટેન્શીયોમીટરના તારની બેલેન્સીંગ લંબાઈ $625\,cm$ છે.જો $E_1$ ના ટર્મીનલને બદલવામાં આવે, તો મેળવેલી બેલેન્સીંગ લંબાઈ $125\,cm$ છે.આપેલ છે કે $E_2 > E_1$ તો $E_1: E_2$ ના ગુણોતર શું હોય શકે?
એક લંબચોરસ સમાંતર ચતુષ્ફલકનું $1\,cm \times 1\,cm \times 100\,cm$ તરીકે માપન કરેલ છે. તેનો વિશિષ્ટ અવરોધ $3 \times 10^{-7}\,\Omega\,m$ હોય, તો તેની બે વિરૂદ્ધ લંબચોરસ સપાટી વચ્ચેની અવરોધ ......$\times 10^{-7} \Omega$ હશે.
$\rho_L = 10^{-6}\, \Omega/m$ અવરોધકતાના તારને $2\ m$ વ્યાસના વત્રુળ સ્વરૂપમાં ફેરવવામાં આવે છે. સમાન પદાર્થના તારના ટુકડાને $AB$ વ્યાસમાં જોડવામાં આવે છે. તો $A$ અને $B$ વચ્ચે અવરોધ શોધો.
બે સમાન બેટરી જેનો $e.m.f.$ $2\, volt$ અને આંતરિક અવરોધ $1.0\, ohm$ છે તેનો ઉપયોગ $R = 0.5\,ohm$ જેટલા બાહ્ય અવરોધમાંથી પ્રવાહ પસાર કરી ઉષ્મા ઉત્પન્ન કરવા થાય છે. આ બેટરી દ્વારા $R$ અવરોધમાંથી મહત્તમ કેટલો જૂલ પાવર ($watt$ માં) ઉત્પન્ન થશે?
એક સમાંતર જોડાણ કે જે સમાન લંબાઈના, સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા અને સમાન દ્રવ્યના ચાર તારોનું બનેલું છે. તેની અસરકારક અવરોધ $0.25\, \Omega$ છે. જો તેઓને શ્રેણીમાં જોડવામાં આવે તો તેમનો અસરકારક અવરોધ કેટલો થશે ? ($\Omega$ માં)