Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થા $(n=3)$ માંથી ધરા અવસ્થા $(n=1)$ માં સંક્રાતિ પામે છે અને પરિણામે ઉત્સર્જીત ફોટોન્સને એક ફોટોસંવેદી પદાર્થ પર આપાત કરવામાં આવે છે. જો આ પદાર્થનું વર્ક ફંકશન $5.1\;eV$ છે, તો સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય ($V$ માં) આશરે કેટલું હશે? ($n$ મી કક્ષાના ઇલેક્ટ્રોનની ઉર્જા $E_n =\frac{-13.6}{n^2}\;eV$)
આપેલ આકૃતિ મુજબ $A , B$ અને $C$ અનુક્રમે હાઇડ્રોજન અણુના પ્રથમ, બીજા અને ત્રીજા ઉત્તેજિત ઊર્જા સ્તર છે. જો બે તરંગલંબાઇનો ગુણોત્તર $\left(\right.$ એટલે કે $\left.\frac{\lambda_1}{\lambda_2}\right)$ એ $\frac{7}{4 n}$ છે, તો $n$ નું મૂલ્ય ..............હશે
$5.5 \,MeV$ ગતિઊર્જા ધરાવતું $\alpha$-કણ જ્યારે સોનાના ન્યુક્લિયસ તરફ ગતિ કરે છે. જો $\sqrt{ d _{1}}$ અને $\sqrt{ d _{2}}$ અનુક્રમે $60^{\circ}$ અને $90^{\circ}$ માટેના impact-પ્રાચલો છે. $d _{1}=x d _{2}$ માટે $x$ નું મૂલ્ય ............ છે.
હાઇડ્રોજન અણુના બોહર મોડેલમાં, કેન્દ્રગામી બળ એ પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેના કુલંબ આકર્ષણમાંથી મેળવવામાં આવે છે. જો ${a_0}$ એ ધરા અવસ્થાની ત્રિજ્યા $m$ એ ઇલેક્ટ્રોનનું દળ, $e$ એ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર અને ${\varepsilon _0}$ શૂન્યાવકાશની પરમીટિવિટી હોય, તો ઇલેક્ટ્રોનની ઝડપ કેટલી થાય?