Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક શ્રેણી $L C R$ પરિપથમાં $10\,mH$ નો ઇન્ડકટન્સ $L, 1\,\mu F$ નો સંધારક $C$ અને $100\,\Omega$ નો અવરોધ $R$ છે. તો અનુનાદ ઉદભવે તે વખતે આવૃત્તિ $.......$ છે.
દોલન કરતા $LC$ પરિપથમાં,કુલ સંગ્રહિત ઊર્જા $U$ છે અને કેપેસિટરમાં મહતમ વિદ્યુતતભાર $Q$ છે. જ્યારે કેપેસિટરમાં વિદ્યુતભાર $\frac{Q}{2}$ હોય ત્યારે ઈન્ડકટરમાં સંગ્રહિત ઊર્જા કેટલી છે?
$LCR$ પરિપથમાં ઉદગમનો મહત્તમ વૉલ્ટેજ $250\, V$ છે. જો તેમાં $R =8 \Omega, L =24\, mH$ અને $C =60 \mu F$ શ્રેણીમાં હોય તો અનુનાદ માટેનો પાવર $x\, kW$ મળે છે તો $x$નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?
એક શ્રેણી $LCR$ પરિપથને $ac$ વૉલ્ટેજ ઉદગમ સાથે જોડેલ છે જ્યારે પરિપથમાંથી $L$ ને દૂર કરવામાં આવે છે ત્યારે પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત $\frac{\pi}{3}$ છે જો તેના બદલે પરિપથમાંથી $C$ ને દૂર કરવામાં આવે ત્યારે ફરીથી પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત $\frac{\pi}{3}$ છે આ પરિપથનો શક્તિગુણાંક (power factor) ................. છે
પ્રત્યાવર્તી પ્રવાહ ${i}=\left\{\sqrt{42} \sin \left(\frac{2 \pi}{{T}} {t}\right)+10\right\} {A}$ મુજબ આપવામાં આવે છે. પ્રવાહનું $r.m.s.$ મૂલ્ય ${A}$ માં કેટલું મળે?