Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$227^oC$ તાપમાને સંપૂર્ણ કાળો પદાર્થ $7\; cals/cm^2 s$ ના દરથી ઊર્જાનું ઉત્સર્જન કરે છે. $727^oC$ તાપમાને આ પદાર્થમાંથી ઉત્સર્જાતી ઊર્જાનો દર સમાન એકમમાં કેટલો થશે?
ત્રણ સળીયા સરખા પદાર્થના સરખા ક્ષેત્રફળ ધરાવતા પણ અલગ અલગ લંબાઈ $10 \,cm , 20 \,cm$ અને $30 \,cm$ ધરાવે છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેના જંકશનનું તાપમાન $O$ ................. $^{\circ} C$ હશે?
ત્રણ સમાન દ્રવ્ય, સમાન લંબાઈ અને સમાન આડછેદ વાળા સળિયાને જોડીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે.ડાબી અને જમણી બાજુને અનુક્રમે ${0^o}C$ અને ${90^o}C$ તાપમાને રાખેલ છે. તો ત્રણેય સલિયાના જંકશન પાસેનું તાપમાન ....... $^oC$ થાય?
બે પદાર્થ $A$ અને $B$ જેનું વજન, ક્ષેત્રફળ અને બાહ્ય સપાટી એક સરખાં છે જેની વિશિષ્ટ ઉષ્મા $S_A$ અને $S_B\left(S_A > S_B\right)$ છે તેમને આપેલા તાપમાને ઠંડા પાડવામાં આવે છે તો સમય સાથે તાપમાનમાં કેટલો ફેરફાર થાય?
સમાન દ્રવ્યના બનેલા બે સળિયામાંથી ઉષ્મા પસાર થાય છે. તેમના વ્યાસનો ગુણોત્તર $1:2$ અને લંબાઇનો ગુણોત્તર $2:1$ છે. જો તેમના બંને છેડાના તાપમાનનો તફાવત સમાન હોય, તો તેમાંથી પસાર થતી ઉષ્મા વહનના દરનો ગુણોત્તર કેટલો થાય?