Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.5 \,kgs ^{-1}$ ના વેગથી ગતિ કરતા કન્વેયર બેલ્ટ પરથી સ્થિર ડ્રોપર વડે $5 \,ms ^{-1}$ ના દરથી ધૂળને પડવા દેવામાં આવે છે. બેલ્ટને ફરતી રાખવા માટે જરૂરી કાર્યત્વરા (પાવર) .......... $W$ થશે.
$M $ દળનો લાકડાનો બ્લોકને દોરી સાથે બાંઘીને છત પર સ્થિર સ્થિતિએ લટકાવેલ છે. $m$ દળની ગોળી $v $ વેગથી બ્લોકમાં દાખલ થઇને $v/2$ ના વેગથી બહાર આવે છે. જો તેમની ગતિઊર્જામાં કોઈપણ પ્રકારનો વ્યય થતો ન હોય તો બ્લોક કેટલી ઊંચાઇ પર જશે?
એક કણ કે જે $\vec F = 3\vec i -12\vec j$ બળ અનુભવે છે તેનું $\vec d = 4\vec i$ સ્થાનાંતર થાય છે. સ્થાનાંતરની શરૂઆતમાં જો આ કણની ગતિ ઊર્જા $3\,J$ હોય તો સ્થાનાંતરના અંતે તેની ગતિ ઊર્જા શું હશે?
$H$ ઊંચાઈ પરથી મુકત પતન કરતો એક પદાર્થ, $h$ ઊંચાઈ પર આવેલા એક ઢોળાવ વાળા સમતલ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક રીતે અથડાય છે. અથડામણ બાદ પદાર્થનો વેગ સમક્ષિતિજ થાય છે. જો આ પદાર્થ જમીન પર પહોંચવા માટે મહત્તમ સમય લેતો હોય તો $\frac{\mathrm{H}}{\mathrm{h}}$ નું મૂલ્ય .....
$10\,g$ નું વજન ધરાવતો કણ સુરેખ રેખામાં $2 x$ પ્રતિબળ સાથે ગતિ કરે છે, જ્યાં $x$ એ $SI$ એકમમાં સ્થાનાંતર છે. ઉપરના સ્થાનાંતર માટે ગતિઊર્જામાં થતો ધટાડો $\left(\frac{10}{x}\right)^{-n}\,J$ છે. $n$ની કિંમત .......... હશે.
$4m$ દ્રવ્યમાનના અને $u$ ઝડપતી ગતિ કરતો એક પદાર્થ $A$ એ $2m$ દ્રવ્યમાનના અને સ્થિર એવા એક પદાર્થ $B$ સાથે અથડાય છે. આ અથડામણ હેડ ઓન અને સ્થિતિસ્થાપક પ્રકૃતિની છે. અથડામણ પછી પદાર્થ $A$ વડે ગુમાવાતી ઊર્જાનો જથ્થો કેટલો હશે?
$m$ દળનો એક ટુકડો $k$ સ્પ્રિંગ અચળાંકવાળી એક સ્પ્રિંગ કે જેનો એક છેડો દિવાલ સાથે જોડાયેલ છે તેની વિરૂદ્ધમાં ધકેલાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ટુકડો ઘર્ષણરહિત ટેબલ પર સરકે છે. સ્પ્રિંગની પ્રાકૃતિક લંબાઈ $l_0$ છે અને જ્યારે ટુકડો મુક્ત થાય છે ત્યારે તે તેની પ્રાકૃતિક લંબાઈની અડધી લંબાઈ જેટલી સંકોચાય છે તો ટુકડાનો અંતિમ વેગ કેટલો હશે ?